Western Times News

Gujarati News

એન્ટીલિયાની પાસે બે વિસ્ફોટક મામલે સચિન વાઝે NIAની કસ્ટડીમાં

Files Photo

મુંબઈ, મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે બે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો કાર જપ્ત કેસમાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને કોર્ટે ૨૫ માર્ચ સુધી એએનઆઈની કસ્ટડીમાં મોકલી દીધા છે. સચિન વાઝની શનિવારે મોડી રાત્રે એએનઆઈએ લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

કોર્ટ પાસે એએનઆઈએ ૧૪ દિવસની કસ્ટડી માગી હતી. ત્યારબાદ કોર્ટે સચિન વાઝેને ૨૫ માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધા. એનઆઈએએ કોર્ટમાં કહ્યું કે, આ એક મોટુ ષડયંત્ર છે, જેમાં ઘણા લોકો સામેલ હોવાની આશંકા છે. એનઆઈએ સચિન વાઝેનો સામનો તે વ્યક્તિ સાથે કરાવવા ઈચ્છે છે જે-જે વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે.

એનઆઈએએ કોર્ટમાં ખુબ મહત્વના પૂરાવા રજૂ કર્યા જેના આધાર પર વાઝેની ધરપકડ કરવામાં આવી છે.
એનઆઈએએ કહ્યું કે, સચિન વાઝેની ૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ઉભુ રાખવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં ષડયંત્રમાં રહેવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએ પ્રવક્તાએ કહ્યુ, ‘સચિન વાઝેની રાત્રે ૧૧.૫૦ કલાકે એનઆઈએ કેસ આરસી/૧/૨૦૨૧/એનઆઈએ/એમયૂએમમાં ધરપકડ કરવામાં આવી હતી.’

તમને જણાવી દઈએ કે કાર્માઇકલ રોડ સ્થિત મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે ઉભેલી એક સ્કોર્પિયો કારમાં ૨૫ ફેબ્રુઆરીએ જિલેટિનની સ્ટીક અને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. એનઆઈએએ કહ્યું કે, વાઝેની ૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટક ભરેલું વાહન ઉભુ રાખવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં સંડોવાયેલા હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે.

‘એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ વાઝે ઠાણે નિવાસી વ્યવસાયી મનસુખ હિરેનના મોતના મામલામાં પણ સવાલોના ઘેરામાં છે. સ્કોર્પિયો હિરાનીની પાસે હતી. હિરેન પાંચ માર્ચે ઠાણે જિલ્લામાં ક્રીકમાં મૃત મળ્યો હતો. એટીએસ હિરેન કેસની તપાસ કરી રહી છે. હિરેનનો મૃતદેહ મળ્યાના થોડા દિવસ બાદ એટીએસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.