Western Times News

Gujarati News

AAWWA (આર)એ મહિલા સશક્તીકરણ પર સંવાદનું આયોજન કર્યું

અમદાવાદ,  નીતિ આયોગની નાણાકીય સમાવેશીતા અને નાણાકીય સાક્ષરતા સમિતિનાં ચેરપર્સન શ્રીમતી બિંદુ દાલ્મિયાએ સંગિનીઓ અને વાયુદળનાં સૈનિકોને 22 ઓગસ્ટ, 2019નાં રોજ સ્વાક ગાંધીનગરમાં સંબોધન કર્યું હતું. તેઓ અગ્રણી અંગ્રેજી અને  હિંદી રાષ્ટ્રીય અખબારોમાં કટાર લેખક છે.

એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AAWWA)  (આર) સ્વાક ગાંધીનગરનાં પ્રેસિડન્ટ શ્રીમતી બલજીત અરોરાએ સંગિનીઓ (એએફડબલ્યુડબલ્યુએનાં સભ્યો)ને સંબોધન કરવા માટે શ્રીમતી દાલ્મિયાને આમંત્રણ આપવાની પહેલ કરી હતી.

શ્રીમતી દાલ્મિયાએ “વિમેન્સ એજ્યુકેશન – ધ રોડ મેપ ટૂ એ ફ્યુચરિસ્ટિક ઇન્ડિયા” પર વાત કરી હતી. શ્રીમતી દાલ્મિયા સાથે પ્રસિદ્ધ બેંકિંગ પ્રોફેશનલ શ્રીમતી રિતિકા ગોએલે પણ સંબોધન કર્યું હતું.

તેઓ આઇઆઇએફએલ વેલ્થનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ઉત્તર અને પૂર્વ ભારત માટે પોર્ટફોલિયોનાં સલાહકારનાં હેડ પણ છે. તેમણે “ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ વેરિયસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ” પર વાત કરી હતી.

બંનેની વાતને સારો પ્રતિસાદ મળ્યો હતો અને દર્શકોને ઉપયોગી જાણકારી મળી હતી, જેમણે નાણાકીય આયેજન સંપૂર્ણપણે અલગ છતાં અસરકારક પાસું હોવા વિશે વિગતવાર વાત કરી હતી. 400 સંગિનીઓ અને વાયુદળનાં સૈનિકો સામેલ થયા હતા, જેમાં સ્વાક હેડક્વાર્ટરનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. બંને વક્તાઓનું પછી શ્રીમતી બલજીત  અરોરાએ સન્માન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.