Western Times News

Gujarati News

વર્કિંગ વીકનો પ્રયોગ કરનાર સ્પેન પ્રથમ દેશ બની ગયો

Files Photo

સ્પેન: સ્પેન સરકારએ વિચાર વિમર્શ કરીને પરીક્ષણના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ ચાર દિવસીય વર્કિંગ વીકનો પ્રયોગ કરવાનો ર્નિણય લીધો છે. જે બાદ ચાર દિવસીય એટલે કે ૩૨ કલાકના વર્કિંગ વીકનો પ્રયોગ કરનાર સ્પેન પ્રથમ દેશ બન્યો છે. આ પ્રયોગ કરવા ઇચ્છતી કંપનીઓ માટે સરકારે ફેબ્રુઆરીમાં પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા સહમતી આપી હતી. હેક્ટર તેજેરોના જણાવ્યા અનુસાર, તેમનો હેતુ

૫૦એમના આ પ્રોજેક્ટમાં ૩૦૦૦થી ૬૦૦૦ વર્કર્સ ધરાવતી કુલ ૨૦૦ કંપનીઓને સામેલ કરવાનો છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અમે કામના કલાકોનો ઘટાડો ઇચ્છીએ છીએ.પરંતુ નોકરી કે વેતનમાં ઘટાડો નથી ઇચ્છતા. ધ ગાર્ડીયનના એક રિપોર્ટ મુજબ, આ પ્રસ્તાવ બાદ સ્પેન જલ્દી જ પરીક્ષણ શરુ કરી શકે છે. ચાર દિવસીય વર્કિંગ વિકના પ્રોત્સાહકોએ દાવો કર્યો છે કે,

આ પ્રકારના એક કોમ્પેક્ટ શિડ્યુઅલથી વધુ ઉત્પાદકતા અને સારી વર્કિંગ લાઇફને જાળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે વિશ્વભરના દેશોમાં કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. ત્યારે હવે સ્પેન વિશ્વમાં સૌપ્રથમ વાર આ વિચાર પર કામ કરી પ્રયોગ કરવા જઈ રહ્યું છે કે શું આ અવધારણા કામ કરે છે કે કેમ. ૩૨ કલાકના વર્કવિકથી કર્મચારીઓ ઓછો સમય તેમના કાર્યસ્થળ પર વિતાવશે અને તેમના વેતનમાં પણ કોઈ ઘટાડો નહીં થાય.

ગાર્ડિયને સ્પેનના ઉદ્યોગ મંત્રાલયના હવાલે જણાવ્યું કે, આ પરિયોજનાની ચર્ચા માત્ર પ્રારંભિક તબક્કામાં હતી. આ અંગે માત્ર ડિબેટ જ થઇ રહી હતી. જાેકે, આ ચાર દિવસીય વર્કિંગ પ્લાનને લઈને સ્પેનમાં ખૂબ ચર્ચા જાગી છે. પરંતુ સ્કૂલ, યુનિવર્સીટી તેમજ અન્ય વહીવટી સંસ્થાઓએ આ પ્રસ્તાવને અપનાવવાનો બાકી છે. આ પ્રથમ વખત નથી જ્યારે આ વિચારને સમર્થન મળી રહ્યું છે. ફ્લોર્ફસ પ્રોગ્રામ મુજબ, ઘણા વર્કર્સને અઠવાડિયામાં ઓછા કલાક કામ કરવા માટે પહેલેથી જ વેતન મળી રહ્યું છે અથવા બિલકુલ વેતન નથી મળતું. ઉલ્લેખનીય છે કે, મેં ૨૦૨૦માં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૅકિંડા આર્ડેને દરખાસ્ત મૂકી હતી કે કંપનીઓએ ચાર દિવસીય વર્કિંગ પ્રોગ્રામ પર વિચાર કરવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.