Western Times News

Gujarati News

કસાણા કન્યા વિદ્યાલયના ત્રણ અને વડથલીનો એક શિક્ષક કોરોનામાં સપડાતા ફફડાટ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં જ કોરોના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરશે તો કાબુ કરવો મુશ્કેલ બનશે તેવું નિવેદન આપી કોરોના સામે સતર્ક રહેવા અપીલ કરી છે ત્યારે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કરતા લોકો ભયભીત બન્યા છે મેઘરજ તાલુકાના કસાણા શબરી કન્યા વિદ્યાલયના ત્રણ અને વડથલીની વિશ્વવાત્સલ્ય વિદ્યાલયનો એક શિક્ષક કોરોનામાં સપડાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જીલ્લા આરોગ્ય તંત્રએ રાબેતા મુજબ સર્વેની કામગીરી હાથધરાઈ છે

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે મહાનગરોમાં ઓફલાઈન અભ્યાસ અને પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અરવલ્લી જિલ્લામાં ધીમે પગલે કોરોનાનું સંક્રમણ વકરી રહયું છે. છેલ્લા એક સપ્તાહમાં ૨૦ થી વધુ લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે મોડાસા ફાર્મસી કોલેજના ત્રણ પ્રોફેસર કોરોનાગ્રસ્ત બન્યા હોવાનું બહાર આવ્યા પછી સતત બીજા દિવસે વિદ્યા મંદિરમાં કોરોનાનો પગપેસારો યથાવત જોવા મળી રહ્યો હોય

તેમ મેઘરજ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની મેઘરજ તાલુકાના કસાણા શબરી કન્યા વિદ્યાલયના ત્રણ અને વડથલીની વિશ્વવાત્સલ્ય વિદ્યાલયનો એક શિક્ષક કોરોનામાં સપડાયો હોવાની માહિતી આરોગ્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી બંને વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતીત બન્યા છે હાલ ધો.૯ અને ધો.૧૧ ની શાળાઓમાં ઓફલાઈન પરીક્ષાઓ ચાલુ થતા કોરોના સંક્રમણનો વિદ્યાર્થીઓ પર મંડરાઈ રહ્યો છે ત્યારે નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પગપેસારો થતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.