Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રથમ વાર થઈ રહ્યો છે, દેશી પદ્ધતિથી અકસીર ઈલાજ

અસાધ્ય રોગો નો ઈલાજ બન્યો શકય

આ ફેન્યુગ્રીક પદ્ધતિમાં મેથી ભરેલી બેગથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.જેથી તેમાં રહેલા ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવએ ઊર્જા ઉત્પન્ન કરે છે અને જે મસલને રિલેક્સ કરે છે.

અમદાવાદના પ્રહલાદ નગર, મણિનગર અને નરોડા આ ૩ સેન્ટર પર ફેન્યુગ્રીક ટ્રીટમેન્ટ થી શરીરની કોઈ પણ આંતરિક બીમારીનો ઈલાજ સૌરભ પટેલ દ્વારા ફેન્યુગ્રીક બેગથી કરવામાં આવે છે. આ એક હિન્દુ સંસ્કૃતિ ની પારંપરિક પદ્ધતિ છે.

સ્પાઈનલ મસ્કુલર એસ્ટ્રોફી અને ડીસ્ટ્રોફી આ બંને રોગ નો ઈલાજ ક્યાંય વેસ્ટર્ન મેડીસિનમાં જાેવા નથી મળતો. આ રોગ માં મસલમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા અનેક કોમ્પ્લિકેશન આવે છે. પણ આ સેન્ટરમાં આવા મસ્ક્યુલર રોગ થી પીડાતા બે બાળકોના ઈલાજ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે અને તેમાં મહદ અંશે રાહત પણ મળી રહી છે.

આ ફેન્યુગ્રીક પદ્ધતિમાં મેથી ભરેલી બેગથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.જેથી તેમાં રહેલા ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવએ ઊર્જા ઉત્પન્ન કરે છે અને જે મસલને રિલેક્સ કરે છે. આનાથી ઘણા બધા રોગો માં રાહત મળે છે.

છેલ્લા ઘણા વર્ષથી આ યુનિક ટ્રીટમેન્ટ દ્વારા તેઓ ઘણા રોગીઓને સ્વસ્થ કરી ચૂક્યા છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, લકવો અને વા જેવા રોગો માં પણ આ ઈલાજ અકસીર સાબિત થાય છે.આ ઈલાજ થી શરીર ના દુખાવા માં ખુબજ રાહત મળે છે.

સૌરભ પટેલ પોતે ખેડૂત છે અને તેમને લોકોના દુઃખ દૂર કરવા માટે ઈલાજ કરવાનો વિચાર આવ્યો અને તેમણે આ અનોખી પદ્ધતિ થી લોકો નો ઈલાજ કરવાનું વિચાર્યું.

તેમણે ઑસ્ટ્રેલિયામાં હિલિંગ પ્રેક્ટિસ અને રિસર્ચ કરી. આ રિસર્ચ ના પરિણામ, અનુભવ અને પ્રેક્ટિસ ના ઉત્તમ અને સકારાત્મક ઉદાહરણ સામે આવ્યા છે. ભવિષ્ય માં વધુ સેન્ટર ખોલીને આ પદ્ધતિ થકી તેઓ વધુ ને વધુ લોકો ને રોગ માંથી રાહત અપાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.