Western Times News

Gujarati News

સુરતમાં જુગારધામ ઝડપાયું, ૧૩ મહિલા ‘શકુની’ ઝડપાઈ

સુરત: સુરતના મોટા વરાછા સુદામા ચોક સૌરાષ્ટ્ર ટાઉનશીપ બિલ્ડિંગ નં-બીના બીજા માળે ચાલતી મહિલાની જુગાર કલબમાં પીસીબીઍ રેડપાડી જુગાર રમતા ૧૩ મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જયારે ઈચ્છાપોર પોલીસેમલગામા ગામ ઝીંગા તળાવ પાસેથી ૧૩ જણાને ઝડપી પાડી તેમની રૂપિયા ૧૨.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં મહિલાઓ દ્વારા ચલતા જુગાર ધામાં મહિલાઓ જુગાર રમવા આવે છે તેવી હકીકત સુરતની પીસીબી પોલીસને મળતા ગઈકાલે ગુરુવારે સાંજે સાડા ચારેક વાગ્યે બાતમીના આધારે મોટા વરાછા સુદામા ચોક પાસે સૌરાષ્ટ્રા ટાઉનશીપમાં રહેતા સ્નેહલબેન ઉર્ફે મનીષા રવિ કાપડિયાના ફલેટમાં રેડ પાડી હતી.

જેમાં સ્નેહલબેન ઉપરાંત જુગાર રમતા હર્ષાબેન નટુભાઈ ઠક્કર (રહે, સગરમ ઍપાર્ટમેન્ટ ઍ.કે.રોડ વરાચા), શારદાબેન ઉર્ફે રશીલાબેન ભીમજીભાઈ રાઠોડ (રહે, નેતલદે સોસાયટી પુણા), બીનાબેન રાજેશભાઈ દઢાણીયા (રહે, વર્ષા સોસાયટી વરાછા), જ્યોત્સનાબેન અરવિંદભાઈ મોણપરા (રહે, સાંકેત સોસાયટી મોટા વરાછા), કાજલબેન દેવરાજભાઈ સિરોયા (રહે, જનતાનગર સોસાયટી લંબે હનુમાન રોડ વરાછા) મળ્યા હતા.

ઉપરાંત રમીલાબેન ઘનશ્યામ વાઘેલા (રહે, ધુવ્રતારક સોસાયટી હરીઓમ મીલ પાસે વેડરોડ), ભાવનાબેન દિનેશભાઈ ચોવડીયા (રહે, યમુના પેલેસ મોટા વરાછા), મનીષાબેન અલ્પેશભાઈ સોસલીયા (રહે, સનવેલી મોટા વરાછા), રમાબેન ભુપેન્દ્ર પટેલ (રહે, રિધ્ધી સિધ્ધી ટાઉનશીપ ડુંભાલ), મનીષાબેન સુભાષભાઈ સુતરીયા (રહે, ભવાનીનગર સોસાયટી કામરેજ), રશ્મીકાબેન જીતેન્દ્રભાઈ પટેલ (રહે, લક્ષ્મી બા સોસાયટી કામરેજ ) પણ સાથે હતા.

તેમજ ફુલુબેન ડુંગરભાઈ મકવાણા (રહે, ધ્રુવતારક સોસાયટી કતારગામ) ઝડપાયા હતા. પીસીબીઍ ઝડપાયેલી મહિલાઓ પાસેથી રોકડા ૪૭,૨૬૦ અને દાવના રોકડા ૭૪૦૦ અને નાળના ઉઘરાવેલા રૂપિયા ૬૦૦૦ મળી રોકડા ૬૦,૬૬૦ અને મોબાઈલ-૯ મળી કુલ રૂપીયા ૯૭,૧૬૦ના મતાના મુદામાલ કબજે કર્યો હતો.વધુમાં જુગારની કલબ સ્નેહલબેન ઉર્ફે મનીષાબેન ચલાવતા હતા. સ્નેહલબેન પોતાના આર્થીક લાભ માટે ફ્લેટમાં અન્ય મહિલાઓને જુગાર રમવા માટે બોલાવતા હતા અને તેમને જુગાર રમવાના સાધનો પુરા પાડી નાળ ઉઘરાવતા હતા.પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.