Western Times News

Gujarati News

બ્રિટનમાં ૨૫૦ એમએલની દૂધની બોટલ ૬૫૬ રૂપિયા

લંડન: સામાન્ય રીતે ગાયના દૂધને સૌથી શ્રેષ્ઠ અને પોષક તત્વોથી ભરપૂર દૂધ માનવામાં આવે છે. પરંતુ બ્રિટનમાં એક નવા પ્રકારના દૂધ માગ વધી રહી છે. બ્રિટનમાં ઘોડીનું દૂધ લોકો માટે લોકપ્રિય બન્યું છે. દાવો કરાઈ રહ્યો છે કે, ઘોડીના દૂધમાં બહુ બધા વિટામિન છે. જેનાથી ઘણા પ્રકારની બિમારીઓ દૂર થઈ રહી છે. યૂકેમાં ફ્રેંક શેલાર્ડ નામનો એક માત્ર એવો દૂધનો વેચાણકર્તા છે

જે ઘોડીનું દૂધ વેચવાનું કામ કરે છે. ફ્રેંકનો દાવો છે કે, તેમના ઘોડીના દૂધમાં ભરપૂર વિટામિન છે. જે ચા, કોફી અને નાસ્તા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ફ્રેંક લોકોની એ માનસિકતાને બદલવા માગે છે કે ઘોડીનું દૂધ સારું નથી હોતું. ફ્રેંકે એક બ્રિટિશ અખબારને કહ્યું કે, લોકો ગાયનું દૂધ એટલા માટે હોંશે હોંશે પીવે છે કેમ તે તેનું માર્કેટિંગ બહુ જ સારી રીતે કરાઈ રહ્યું છે.

જાે કે, હવે લોકો બકરીનું દૂધ, સોયા, ઓટ્‌સ અને બદામનું દૂધ પણ પીવે છે. લોકો હંમેશા સહેતમંદ વસ્તુઓના વિકલ્પો શોધે છે. ૬૨ વર્ષના ફ્રેંક અને તેમનો પરિવાર છેલ્લા ૨ દશકોથી ઘોડીનું દૂધ કાઢવાની રીત પર સંશોધન કરે છે. ફ્રેંકના પરિવારનો યૂકેમાં દૂધ વેચવાનો સારો બિઝનેસ છે.

ફ્રેંકે ગયા વર્ષે જ કોમ્બે હે નસ્લની ઘોડીના દૂધનું પોતાનું એક બ્રાન્ડ જાહેર કર્યું હતું. ફ્રેંકે કહ્યું કે, હું ઘોડીના એક દૂર્લભ નસ્લનો ઉપયોગ કરવા માગતો હતો, જે ખેતી અને પર્યાવરણને સારી બનાવે. ઘણી શોધ કર્યા પછી મે એક ઓર્ગેનિક ફાર્મ બનાવ્યું જ્યાં ઘોડીનું દૂધ કાઢવામાં આવે છે. બ્રિટનમાં ૨૫૦ એમએલના દૂધની એક બોટલની ૬.૫૦ પાઉન્ટ (૬૫૬ રૂપિયા) છે. આ દૂધમાં બહુ જ ઓછું ફેટ (૦.૭ ટકા) છે, સાથે જ વિટામિન ઝ્ર અને આર્યન ભરપૂર માત્રામાં છે. આ દૂધમાં લેક્ટોઝ અને પ્રોટીન કેસીન બ્રેસ્ટ દૂધ જેટલું પૌષ્ટિક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.