Western Times News

Gujarati News

બાબા બર્ફાનીના દર્શન પરમિટ કાર્ડના રંગોના આધાર પર થશે

Files Photo

જમ્મુ: અમરનાથ યાત્રીકોની સગવડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા યાત્રા પરમિટ કાર્ડ પર જ ભકતોને બાબા બર્ફાનીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી જારી કાર્યક્રમ અનુસાર અઠવાડીયાના સાત દિવસમાં અલગ અલગ દિવસે અને રૂટ અનુસાર યાત્રીકોને અલગ અલગ રંગની યાત્રી પરમિટ જારી કરવામાં આવશે.તેમાં નિર્ધારિત દિવસ અનુસાર જ યાત્રીકોને યાત્રાની મંજુરી આપવામાં આવશે

બોર્ડ તરફથી અઠવાડીયાની એડવાઇઝરીમાં પ્રતિ દિવસ અલગ રંગની યાત્રા પરમિટ કાર્ડ જારી કરવામાં આવશે તેમાં લૈવેંડર સામાન્ય પીંક સામાન્ય ભુરો પીળો વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે પહલગામ અને બાલટાલ રૂટ માટે અલગ રંગથી યાત્રા પરમિટ જારી કરવામાં આવશે

અમરનાથ યાત્રા માટે એક એપ્રિલથી શરૂ થઇ રહેલ અગ્રિમ રજીસ્ટ્રેશનની તૈયારી તેજ થઇ ગઇ છે રજીસ્ટ્રેશન માટે માન્યતા પ્રાપ્ત ડોકટરો,ચિકિત્સા સંસ્થાનોથી ૧૫ માર્ચ બાદ જારી કરવામાં આવેલ અનિવાર્ય પ્રમાણપત્ર કાયદેસર માનવામાં આવશે પ્રત્યેક રજીસ્ટ્રેશન માટે અરજીની સાથે યાત્રીને ચાર પાસપોર્ટ સાઇઝ ફોટો આપવામાં પડશે જેમાં ત્રણ યાત્રી પરમિટ અને એક અરજીની સાથે લાગશે
દિવસના કાર્યક્રમ અનુસાર જારી કરવામાં આવેલ યાત્રી પરમિટના આધાર પર જ ભકતોને એસેસ કંટ્રોલ ગેટ બાલટાલ અને ચંદનવાડીને પાર કરવામાં દેવામાં આવશે રજીસ્ટ્રેશન અધિકારી ૧૦૦ રૂપિયાના શુલ્ક પર યાત્રીને યાત્રા પરમિટ જારી કરશે હેલિકોપ્ટરથી યાત્રા કરનારાને અલગથી રજીસ્ટ્રેશનની જરૂરત રહેશે નહીં પહેલા આવો પહેલા જાવ હેઠળ રજીસ્ટ્રેશનને પ્રાથમિકતા આપવામાં આવશે

શ્રાઇન બોર્ડ તરફથી અમરનાથ યાત્રીકો માટે સમૂહ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમાં પાંચ કે તેનાથી વધુ સભ્ય એક સાથે પારંપરિક બાલટાલ અને પહલગામ રૂટ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે સમૂહ રજીસ્ટ્રેશન ૧ એપ્રિલથી શરૂ થઇ ૩૧ મે સુધી ચાલુ રહેશે તેના માટે રજીસ્ટ્રેશન શુલ્ક પ્રતિ યાત્રી ૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યો છે પોસ્ટલથી વિવિરણ મોકલવા પર અલગથી દર નિર્ધારિત કરવામાં આવ્યા છે આ ગામ મોહલ્લાથી આવનારા યાત્રીકોને સગવડ આપશે

તેમાં વધુમાં વધુ ૫૦ એક સાથે સમૂહ રજીસ્ટ્રેશન કરાવી શકાશે સમૂહ રજીસ્ટ્રેશન માટે સમૂહના નેતા અન્ય સાથીઓનું વિવરણ દેશે ૧૩ વર્ષથી ઓછી અને ૭૫ વર્ષથી ઉપરની વયના યાત્રી રજીસ્ટ્રેશન માટે યોગ્ય હશે નહીં એકસ ઇડિયા તીર્થ યાત્રીકો માટે પણ રજીસ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે તેમાં પ્રત્યેક યાત્રી માટે ૧૫૦૦ રૂપિયા શુલ્ક રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.