Western Times News

Gujarati News

મોદી સરકારે બેરોજગારી, મોધવારી વધારવાનું કામ કર્યું છે : રાહુલ

નવીદિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પ્રહારો કર્યા છે.તેમણે દેશમાં વધતી મોંધવારી ફુગાવો અને ગરીબી દરને લઇ મોદી સરકારની ખુબ ટીકા કરી છે તેમણે કહ્યું કે આ સરકારે શું વધાર્યું છે બેરોજગારી મોંધવારી ગરીબી અને ફકત મિત્રોની કમાણી એટલું જ નહીં કોંગ્રેસના નેતાએ આંકડાના માધ્યમથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું કે કોરોનાથી પહેલા ૯.૯ કરોડ લોકો મધ્યમ આવક વર્ગનો હિસ્સો હતાં જેની આવક સંખ્યા ૬.૬ કરોડ રહી ગઇ તેમણે વધુમાં કહ્યું કે ૨૦૧૧થી ૨૦૧૯ની વચ્ચે ૫.૭ કરોડ લોકો નિમ્ન આવક વર્ગથી નીચે મધ્ય આવક વર્ગનો હિસ્સો બન્યા હતાં આ ઉપરાંત રાહુલે આગળ કહ્યું કે રોજ બે ડોલર લગભગ દોઢ સો રૂપિયા કમાનારાઓનો આંકડો ૭.૫ કરોડ જઇને પહોંચ્યો છે.

એ યાદ રહે કે રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની ટીકા કરવામાં કોઇ કસર છોડવા માંગતી નથી આ પહેલા તેમણે ઇપીએફ ખાતા બંધ કર્યા અને લાખો પગારદારોની નોકરી ચાલી જવાને લઇ ટ્‌વીટ કર્યું હતું તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમારી નોકરી ગઇ અને ઇપીએફ એકાઉન્ટ બંધ કરવું કેન્દ્ર સરકારની રોજગાર મિટાવો અભિયનની એક વધુ ઉપલબ્ધી છે મોદી સરકાર ગરીબો માટે કોઇ જ કામ કરી રહી નથી માત્ર મિત્રો માટે જ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.