Western Times News

Gujarati News

ચુંટણીવાળા રાજયોમાં પણ તેજીથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે

નવીદિલ્હી: દેશના અનેક રાજયોમાં કોરોના સંક્રમણના મામલામાં ફરી વધારો નોંધાયો છે આવામાં ૨૭ માર્ચથી પાંચ રાજયોની વિધાનસભા ચુંટણી પણ શરૂ થનાર છે ચુંટણી પ્રચાર દરમિયાન આ રાજયોમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યાં છે એક તરફ જયાં આસામ પોડિચેરીમાં મામલા હજુ ઓછા છે પરંતુ મોટા રાજયો પશ્ચિમ બંગાળ તમિલનાડુ અને કેરલમાં કોરોનાના મામલામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં જયારથી ચુંટણીની જાહેરાત થઇ છે ત્યારથી કોરોના કેસોમાં ભારે વધારો જાેવા મળ્યો છે ૨૬ માર્ચ સુધી રાજયમાં દરેક દિવસે ૨૦૦થી ઓછા કેસો આવી રહ્યાં હતાં પરંતુ ૧૯ માર્ચને ૩૦૦થી વધુ નવા મામલા સામે આવ્યા છે. રાજયમાં અત્યાર સુધી કુલ ૫.૭૯ લાખ મામલા સામે આવ્યા છે તેમાં હજુ પણ ત્રણ હજારથી વધુ એકટિવ કેસ છે જયારે ૫.૬૫ લાખ લોકો કોરોનાથી ઠીક થઇ ચુકયા છે રાજયમાં ૧૦૨૯૮ લોકોના કોરોનાથી મોત નિપજયા છે અત્યાર સુધી ૮૮.૭૫ લાખ લોકો કોરોનાની તપાસ કરાવી ચુકયા છે.જયારે ૩૦.૧૭ લાખ લોકો કોરોનાની રસી પણ લગાવી ચુકયા છે.

કેરલમાં પણ કોરોના સંક્રમણ ખુબ જ તેજીથી ફેલાઇ રહ્યું છે કેરલમાં તાજેતરના અઠવાડીયાઓમાં કોરોનાના નવા મામલામાં વધારો જાેવા મળી રહ્યો છે રાજયમાં ૧૮ માર્ચે ૩૭૭ નવા કેસ સામે આવ્યા હતાં કેરલમાં અત્યાર સુધી ૧૦.૯૬ લાખ કેસ આવી ચુકયા છે. ૨૫૩૯ કેસ હજુ પણ એકિટવ છે કોરોના સંક્રમણથી અત્યાર સુધી ૧૦.૬૬ લાખ લોકો ઠીક પણ થયા છે ૪૪૩૬ લોકોના કોરોનાથી મોત પણ થયા છે હાલ ૧.૨૪ લોકો કોરોનાની તપાસ કરાવી ચુકયા છે જયારે ૧૮.૯૧ લાખ લોકો કોરોના વેકસીન લગાવી ચુકયા છે.

જયારે તમિલનાડુમાં ચુંટણીની જાહેરાત બાદ કોરોનાનો કહેર વધી ગયા છે. ૨૬ ફેબ્રુઆરી સુધી રાજયમાં લગભગ દરેક દિવસે ૫૦૦થી ઓછા નવા કેસ સામે આવી રહ્યાં હતાં રાજયમાં ૧૯ માર્ચે ૯૦૦ કેસ સામે આવ્યા છે તમિલનાડુમાં અત્યાર સુધી ૮.૬૨ લાખ કેસ આવી ચુકયા છે તેમાં ૫૮૧૧ એકિટવ કેસ છે જયારે ૮.૪૩ લાખ લોકો ઠીક થઇ ચુકયા છે જયારે ૧૨૫૬૪ લોકોના કોરોના સંક્રમણથી મોત પણ થઇ ચુકયા છે ૧.૮૫ કરોડ લોકો કોરોની તપાસ કરાવી ચુકયા છે જયારે ૧૭.૧૮ લાખ લોકો કોરોનાની વેકસીન લગાવી ચુકયા છે.

દરમિયાન આસામમાં પણ કોરોના સંક્રમણના મામલા વધી રહ્યાં છે આસામમાં અત્યાર સુધી ૨.૧૭ લાખ કેસ આવી ચુકયા છે જયારે ૨.૧૫ લાખ લોકો ઠીક પણ થયા છે ૧૯ માર્ચે સૌથી વધુ કેસ સામે આવ્યા હતાં રાજયમાં ૧૦૯૯ના મોત કોરોનાથી થયા છે જયારે ૭૦.૬૨ લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અત્યાર સુધી ૫.૯૦ લાખ સોકો કોરોના વેકસીન લગાવી ચુકયા છે. જયારે પોડિચેરીમાં ચુંટણીની જાહેરાત સમયે દરરોજ કોરોનાના ૨૦થી ૨૫ નવા મામલા સામે આવતા હતાં પરંતુ ચુંટણીની જાહેરાત બાદ દરરોજ ૩૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે પ્રદેશમાં અત્યાર સુધી ૪૦ હજાર ૨૦૧ કોરોના કેસ આવી ચુકયા છે.તેમાંથી ૨૭૯ હજુ પણ એકિટલ છે ૬૭૪ લોકોના કોરોનાથી મોત નિપજયા છે. જયારે ૬.૫૧ લોકો કોરોનાની પાસ કરાવી ચુકયા છે જયારે ૩૭૬૭૪ લોકો કોરનાની રસી પણ લગાવી ચુકયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.