Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા “જળ બચાવો”ની અપીલ કરવામાં આવી

તારીખ 22 માર્ચ ના રોજ વર્લ્ડ વોટર ડે હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના સાધુ પ્રેમવત્સલદાસજી સૌ કોઈને બે હાથ જોડીને જળ બચાવો માટે અપીલ કરી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, જળ એજ જીવન છે. જો આપણે જળને બચાવીશું તો આપણે જીવનને બચાવી શકીશું આજે દુનિયાના 10 માણસમાંથી 3 માણસો ને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી માટે આપણે સૌ કોઈએ જળ બચાવવા માટે જાગૃત થવું જોઈએ.

આપણી સૌ કોઈની ફરજ બની જાય છે કે આપણે સૌ કોઈએ જળને બચાવવું જોઈએ. પાણી અમૂલ્ય છે તેને બચાવીશું તો આપણે બચી શકીશું. આજે ભારતના દરેક નાગરિકની આવકમાંથી છ ટકા આવક પાણી પાછળ ખર્ચાઈ જાય છે માટે આપણે પાણીનું મહત્વ સમજીને પાણીને બચાવવું જોઈએ આપણા ઘરની અંદર નળ લીકેજ હોય તો આપણી પ્રાથમિક ફરજ બની જાય છે કે આપણે રીપેર કરવો જોઈએ અને પાણીના વ્યય ને અટકાવવો જોઈએ આજના માનવીના ખિસ્સામાંથી 25 પૈસા જો પડી જાય છે તો આજનો માનવી તરત જ તેને ઉઠાવી લેશે કેમકે તેને પૈસાનું મહત્વ સમજાયું છે

તેવી રીતે જો માણસ પાણીનું મહત્વ સમજે તો તેને બચાવવા માટે તત્પર બની જાય તો આજના દિવસે સૌ કોઈને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે પાણીને બચાવવું જોઈએ આપણે સૌ કોઈએ શરીર સ્વસ્થ રાખવા માટે અને સ્વચ્છ રાખવા માટે અવશ્ય સ્નાન કરવું જોઈએ પરંતુ સ્નાન કરવા માટે જરૂરી હોય એટલા જ જળનો ઉપયોગ કરવો જોઈએ.

ગાંધીજી પણ સ્નાન કરતા હતા ત્યારે જરૂરીયાત પૂરતાં જ જળનો ઉપયોગ કરતા હતા તો તેમના જીવનમાંથી આપણે સૌ કોઈ શીખવું જોઈએ કે જળનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ. આપણે જળને બચાવીશું તો આપણે જીવનને બચાવી શકીશું.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.