Western Times News

Gujarati News

ZOOમાં હાથીએ પિતા અને બાળકી પર હુમલો કર્યો

વોશિંગ્ટન: અમેરિકાના ઝૂમાં એક પિતાને હાથીના વાળામાં ઘૂસી સેલ્ફી લેવાનું ભારે પડ્યું છે. તે દરમિયાન શખ્સના ખોળામાં તેની બાળકી પણ હતી. હાથીએ પિતા અને બાળકી પર હુમલો કર્યો. ત્યારબાદ બંને જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન પિતાના હાથમાંથી માસુમ બાળકી જમીન પર પટકાઈ હતી. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તે હાલ સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકાના સૈન ડિએગો શહેરના ઝૂમાં એક શખ્સ અને તેની પુત્રી પર હાથીએ હુમલો કર્યો હતો. જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં જાેશ નવાર્રેટ હાથીના વાળામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન તેના ખોળામાં તેની બાળકી હતી. ધ સનમાં છયાપેલા રિપોર્ટ અનુસાર, હાથીના હુમલામાં જાેશ તો માંડમાંડ બચ્યો પરંતુ તેની દીકરી તેના ખોળામાંથી નીચે પડી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, જાેશ નવાર્રેટ હાથી સાથે સેલ્ફી લેવા ઇચ્છ તો હતો.

આ કારણે તે તેની દીકરીની સાથે વાળામાં ઘુસી ગયો હતો પરંતુ હાથીએ તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં હાથી ઘણી વખત જાેશ અને તેની પુત્રી તરફ આગળ વધતો જાેવા મળી રહ્યો છે. પરંતુ તે સમયે જાેશ તેની પુત્રી સાથે હાથીના વાળામાંથી બહાર નીકળી જાય છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના બાદ પોલીસે જાેશ નવાર્રેટની ધરપકડ કરી અને બાળકીના જીવનને જાેખમમાં મુખવા માટે તેના પર ૧ લાખ અમેરિકી ડોલરનો એટલે કે, લગભગ ૭૨ લાખ ૩૭ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.