Western Times News

Gujarati News

ચીનમાં ૩ હજાર વર્ષ જૂનો સોનાનો ખજાનો મળી આવ્યો

Files Photo

બેઈજિંગ: દક્ષિણ પશ્ચિમ ચીનમાં પુરાતત્વ ખાતાને એક અજાણી સભ્યતાનો અણમોલ ખજાનો હાથ લાગ્યો છે. આ ખજાનાથી એ જાણવા મળે છે કે, તે ક્યારેક અજાણી સભ્યતાનું ઘર રહ્યું હશે. પુરાતત્વ ખાતું જાે આ અજાણી સભ્યતા વિશે જાણવામાં સફળ રહેશે તો ચીનના ઈતિહાસને ફરીથી લખવો પડી શકે છે. આ ખજાનામાંથી સોનાનો એક મુકુટ પણ મળ્યો છે, જે માનવામાં આવે છે કે, એ સમયના પુજારી પહેરતા હતા. આ અણમોલ ખજાનો સિચુઆન પ્રાંતના ગુઆનધાનમાં આવેલા શાનક્સીગદુઈમાંથી મળી આવ્યો છે.

આ ખજાનાને જાેઈને લાગી રહ્યું છે કે, તે ઘણી જ વિકસિત સભ્યતા હતી, જે લગભગ હજારો વર્ષ સુધી ચાલી. જાેકે, સરકારી સંશોધકો અને અધિકારીઓનું કહેવું છે કે, અત્યાર સુધી આ સભ્યતા વિશે ચીનના ઈતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. આ સ્થળના ખોદકામ વર્ષ ૨૦૧૯માં શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં સોનું, કાંસુ અને હાથી દાંતથી બનેલી ૫૦૦ કલાકૃતિઓ મળી આવી છે.

તજજ્ઞોનું કહેવું છે કે, આ બધી કલાકૃતિઓ લગભગ ૩ હજાર જૂની છે. આ ખજાનામાં સોનાના માસ્ક પણ સામેલ છે, જે એ સમયે પુજારી પહેરતા હતા. આ ખજાનો ૩.૫થી લઈને ૧ ચોરસ મીટર વિસ્તારમાં મળ્યો છે. આ ખોજથી પ્રાચીન શૂ સભ્યતા વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી છે.

તેમાં સ્વર્ગ જવા માટે કરવામાં આવતો ત્યાગ, પૃથ્વી અને તેમના પૂર્વજાે વિશે જાણકારી આપવામાં આવી છે. એક સંશોધનકર્તાએ જણાવ્યું કે, આ શોધથી શૂ સભ્યતાની ખાસિયત જાણવા મળે છે. આ ખજાનામાં જે અન્ય વસ્તુઓ મળી છે, તેમાં ચકલીના આકારનું સોનાનું આભૂષણ, સોનાનું લેયર, કાંસાનું માસ્ક, કાંસાનું બનેલું પવિત્ર ઝાડ, હાથી દાંતના આભૂષણ સામેલ છે. ચીનના વૈજ્ઞાનિકોએ અત્યાધુનિક ટેકનિકની મદદથી આ ખજાનો શોધ્યો છે. આ શાનક્સીગદુઈ પુરાતન સ્થળને ૨૧મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ માનવામાં આવી રહી છે. આ પહેલા વર્ષ ૧૯૨૦માં આટલી મોટી શોધ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.