Western Times News

Gujarati News

અમદાવાદમાં 32 ટકા ઋણ ધારકોએ પોતાનો વ્યવસાય શરૂ કરવા લોન લીધી

 લોકડાઉનના એક વર્ષ બાદ ઋણ ધારકો પર્સનલ લોન લેવા અંગે સકારાત્મક 

અમદાવાદ, અમદાવાદમાં 32 ટકા ઋણ ધારકોએ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારેકે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી.

એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સેન્ટિમેન્ટ્સને સમજવા માટે નવા યુગનું ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સના બોરોવર પલ્સ રિપોર્ટમાં કેટલાંક નોંધપાત્ર તારણો પ્રકાશમાં આવ્યાં છે. દેશવ્યાપી અભ્યાસ 25 માર્ચ, 2020થી 20 માર્ચ, 2021ના સમયગાળામાં ટિયર 1 અને 2 શહેરોમાં 21-55 વર્ષના વયજૂથના 1,50,000 ઋણ ધારકો પાસેથી એકત્રિત ડેટા ઉપર આધારિત હતો.

રાષ્ટ્રીય ડેટા મૂજબ આશરે 25 ટકા ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી, જ્યારે 18 ટકા ઋણ ધારકોએ તેમના મેડિકલ ખર્ચના વ્યવસ્થાપન માટે અ 17 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે લોન લીધી હતી, જેનું મુખ્ય કારણ કોવિડ-19 મહામારી તથા તેનો સામાજિક અને આર્થિક પ્રભાવ હતો.

દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ લોન અરજીઓ નોંધાઇ છે ત્યારે ટિયર 2 શહેરોમાં પણ લોન અરજીઓમાં 38 ટકાનો વધારો થયો છે. લક્ઝરી ખર્ચમાં ઘટાડાને કારણે ટિયર 1 શહેરોમાં લોન અરજીઓ સ્થિર રહી છે.

રિપોર્ટના બીજા કેટલાંક મહત્વપૂર્ણ તારણો નીચે મૂજબ છેઃ

·         મુંબઇમાં 27 ટકા ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પર્સનલ લોન લીધી હતી, જ્યારે રિમોટ વર્કિંગ કલ્ચરને કારણે 15 ટકા ઋણ ધારકોએ લેપટોપ, ટેબલેટ્સ વગેરે જેવાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે લોન લીધી હતી.

·         દિલ્હીમાં 31 ટકા લોન અરજીઓ વોશિંગ મશીન અને ડીશ વોશર જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે તેમજ 25 ટકા અરજીઓ મહામારીને કારણે મેડિકલ ખર્ચ માટે થઇ હતી.

·         બેંગ્લોરમાં 28 ટકા લોન અરજીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે પ્રાપ્ત થઇ હતી, જે બાદ 12 ટકા અરજીઓ અપસ્કિલિંગ કોર્સિસ માટે થઇ હતી, જે સૂચવે છે કે ઘણાં લોકોએ તેમના ફ્રી સમયનો ઉપયોગ અપસ્કિલ અથવા પોતાની જાતને અપગ્રેડ કરવા માટે કર્યો હતો.

·         હૈદરાબાદમાં 20 ટકા ઋણ ધારકોએ તેમના મેડિકલ ખર્ચને કવર કરવા માટે પર્સનલ લોન લીધી હતી, જ્યારે કે 15 ટકા લોન અરજીઓ અપસ્કિલિંગ કોર્સિસ માટે થઇ હતી.

·         ચેન્નઇમાં 19 ટકા લોન અરજીઓ 2-વ્હીલર અથવા 3-વ્હીલર વાહનોની ખરીદી માટે થઇ હતી, જ્યારે કે 17 ટકા ઋણ ધારકોએ સ્માર્ટ ટીવી, લેપટોપ વગેરે જેવા ઇલેક્ટ્રોનિક ગેટેઝની ખરીદી માટે લોન લીધી હતી.

ઇન્ડિયાલેન્ડ્સના સંસ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, “કોવિડ-19 અને મહામારી દ્વારા પ્રેરિત નાણાકીય અવરોધોને કારણે છેલ્લાં 12 મહિના આપણા જીવનના સૌથી મૂશ્કેલ સમય બન્યાં છે. આર્થિક નબળાઇ સાથે રોજગાર ગુમાવવાને કારણે દેશભરમાં ઘણાં લોકોને મોટો ફટકો પડ્યો છે.

જોકે, ઇન્ડિયાલેન્ડ્સના બોરોવર પલ્સ રિપોર્ટ સૂચવે છે કે યુવાનોએ સ્થિતિસ્થાપકતાની તીવ્ર ભાવના પ્રદર્શિત કરી છે અને તેણે તેમના નાણાકીય ભવિષ્ય ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું નક્કી કર્યું છે. આપણા ઋણ ધારકોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉદ્યોગ સાહસિકતાની ભાવના દર્શાવે છે,

જેમણે મહામારીમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનું પસંદ કર્યું છે અને તે સકારાત્મક બાબત છે. તે જોઇને ખુશી થાય છે કે મોટાભાગના લોન અરજદારો ટિયર 2 શહેરોના છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ બજારોમાં વિશાળ માગ છે. અમારો અભ્યાસ મહામારી બાદ ઝડપી આર્થિક વિકાસ અંગે વધુ આશાવાદી બનાવે છે.”

આશ્ચર્યજનક રીતે ટિયર શહેરો 54 ટકા લોન અરજીઓ ધરાવે છે, જેની સામે ટિયર 1 શહેરોની લોન અરજીઓની ટકાવારી 46 ટકા છે. મહત્તમ લોન અરજી ધરાવતા ટિયર 2માં કોઇમ્બતુર, ચંદીગઢ, લખનઉ, ઇન્દોર અને કોચી સામેલ છે.

સર્વેના મુખ્ય તારણોમાં લગ્ન અને પ્રવાસન ખર્ચની ટકાવારીમાં ઘટાડો થયો છે. આમ સ્પષ્ટ થાય છે કે યુવાનો ઓછા ખર્ચાળ લગ્નો અને બજેટ-ફ્રેન્ડલી ટ્રાવેલ વિકલ્પો તરફ ધ્યાન આપી રહ્યાં છે.

અભ્યાસમાં લગભગ 52 ટકા ઋણ ધારકોની વયજૂથ 25-35 વર્ષ હતી, જે તેને યુવાનો કેન્દ્રિત રિપોર્ટ બનાવે છે. રિપોર્ટમાં મહિલા અને પુરુષ ઋણ ધારકોને સામેલ કરાયા હતાં કે જેઓ રૂ. 10,000થી રૂ. 50,00,000 સુધની રેન્જમાં લોન ઇચ્છતાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.