Western Times News

Gujarati News

વારસાઈની નોંધ માટે ઓનલાઈન અરજી પણ, પ્રિન્ટ જમા કરાવવા ઈ-ધરા કેન્દ્રનો ધક્કો

મહેસુલ વિભાગે વારસાઈની નોંધ ઝડપથી પડે તે માટે પ્રક્રિયા ઓનલાઈન કરી –ઈ-ધરા કેન્દ્ર ઉપર પ્રિન્ટ જમા કરાવવામાં ક્વેરી નીકળે તો બીજા ડોકયુમેન્ટસ આપવા ફરજીયાત

(એજન્સી) અમદાવાદ, સરકારના મહેેસુલ વિભાગે સરકારી નોંધની પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે. પણ આ પ્રક્રિયા ઓનલાઈન થયા બાદ ખેડૂતો- જમીનમાલિકોના ધક્કા ખાવામાંથી છુુટકોરો મળ્યો નથી. જાણકારો કહે છે કે મહેલાં વારસાઈની નોૃધ કરાવવા માટેે પેઢીનામા કરાવી સીધા ઈ-ધરા કેન્દ્રોમાં રજુ કરો તો નંધ પડી જતી હતી

પણ હવે તો પેઢીનામા કઢાવી અને અપલોડ કર્યા બાદ પ્રિન્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવવા ઈ-ધરા કેન્દ્રોમાં જવુ પડે છે. પછી વારસાઈની નોંધ પડે છે. કેેટલીક ઈ-ધરા કેન્દ્રો ઉપર તો પ્રિન્ટની સાથે મરણનો દાખલો પેઢીનામા સહિતના ડોક્યુમેન્ટસ ફિઝીકલી જમા કરાવવા પડે છે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વારસાઈની નોંધ પાડવાની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાઈ હતી. પણ અમદાવાદ શહરની વાત કરીએ તો સ્થિતિ એવી થઈ છે કે તલાટીઓ પેઢીનામા આપવા માટે એફિડેવિટ માંગે છે. જાે ખેડૂતને અલગ અલગ ગામોમાં સર્વે નંબરો માટેે વારસાઈની નોૃધ પડાવવી હોય તો દરેક ખાતા પ્રમાણે એફિડેવિટ આપવા પડે છે.

તલાટી દ્વારા એક જ પેઢીનામુ આપવામાં આવે છે જેથી અન્ય બીજા ગામોના સર્વે નંબરોમાં વારસાઈની નોંધ માટે અલગથી નવા પેઢીનામા બનાવવા પટે છે. અરજદાર દ્વારા પેઢીનામા બનાવ્યા બાદ તેની નકલ સાથે અન્ય ડોક્યુમેન્ટસ વારસાઈની નોંધ માટે ઓનલાઈન અપલોડ કરે છે.

આ પ્રક્રિયા કર્યા બાદ અરજદારો એક પ્રિન્ટ ઈ-ધરા કેન્દ્રમાં જમા કરાવવી પડે છે. ઓનલાઈન તમામ પ્રક્રિયાઓ કર્યા બાદ જાે આખરી પ્રિન્ટ જમા કરાવવા માટે ઈ-ધરા કેન્દ્રનો ધક્કો ખાવા પડે છે.ઈ-ધરા કેન્દ્રવાળા ક્વેરી કાઢેે તો પાછા અન્ય ડોક્યુમેન્ટ આપવા પડે છે. વારસાઈની નોંધ માટે ઓફલાનમાં પ્રક્રિયા ઓનલાઈન કર્યા બાદ પણ સ્થિતિમાં મોટો ફેર પડ્યો નથી. ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.