Western Times News

Gujarati News

બલિદાન-સરહદ પર સૈનિકનું, દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું : રાહુલ

નવીદિલ્હી: સમગ્ર દેશ શહીદ દિવસ પર શહીદોને નમન કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ આજનાં દિવસને યાદ કરતા મોદી સરકાર પર નિશાન સાંધ્યુ છે.

શહીદ દિન નિમિત્તે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્‌વીટ કર્યું છે કે, “બલિદાન-સરહદ પર સૈનિકનું, દિલ્હી બોર્ડર પર ખેડૂંતોનું , કેન્દ્ર સરકાર જવાબ આપે, તેમની શહાદતનાં અપમાનનો એ યાદ રહે કે છેલ્લા ૩ મહિનાથી ખેડૂતો દિલ્હીની ત્રણ બોર્ડરો પર આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ખેડૂતોની માંગને લઇને હજુ સુધી કોઈ સર્વસંમતિ થઈ નથી. દરમિયાન, ૨૬ માર્ચે ખેડૂતોએ ફરીથી ભારત બંધનું આહવાન કર્યું છે. આ ખેડૂતોનું આંદોલન સિંઘુ, ગાઝીપુર અને દિલ્હીની ટીકરી બોર્ડરની સરહદો પર ચાલુ છે.

ખેડૂત આંદોલનની વચ્ચે આજે દેશ શહાદત દિવસની ઉજવણી કરી રહ્યો છે. વર્ષ ૧૯૩૧ નાં આ દિવસે બ્રિટીશ શાસનને શહીદ-એ-આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી હતી. શહાદત દિન નિમિત્તે ખેડૂત આંદોલન સ્થળોએ મોટી સંખ્યામાં યુવાનો જાેવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ પહેલીવાર નહી, પણ ઘણીવાર સરકારની નીતિઓનાં વિરોધમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને હાલમાં ચાલતા ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધી ઉપરાંત દેશ વિદેશથી પણ ઘણા લોકોએ સીધી કે આડકતરી રીતે મોદી સરકારનો વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.