Western Times News

Gujarati News

બે વર્ષમાં માટી, રેતી, કપચીના ઓવર લોડેડ ૨૧,૧૪૯ ડમ્પર પકડાયા

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે કોંગ્રેસ તરફથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં ખનીજ ચોરી અને ખનીજ માફિયા અંગે સવાલો કરવામાં આવ્યા હતા. વાહન વ્યવહાર પ્રધાને આ મુદ્દે જવાબો આપ્યા હતા.

જેમાં જણાઇ આવ્યું છે કે ૨૦૧૯ કરતા ૨૦૨૦માં વધુ ડમ્પરો ગેરકાયદે માટી, રેતી અને કપચી ભરેલાં ઝડપાયારાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. બે વર્ષની અંદર જ હજારો ડમ્પર પકડવામાં આવ્યા છે. દરેક જિલ્લાની અંદર આ પ્રકારની માટી, રેતી, કપચીની ખનીજ ચોરી થઈ હોવાના બનાવો સામે આવ્યા હતા.

કેટલાક જિલ્લાઓમાં ખનીજ ચોરીના બનાવો વધુ જાેવા મળી રહ્યાં છે. ૩૩ જિલ્લામાં ખનીજ ચોરી સામે આવી છે જેમાં સુરત, દેવભૂમિ દ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપી, મોરબી, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં વધુ ડમ્પરો ગેરકાયદેસર માટી, રેતી તેમજ કપચીનો ઓવરલોડ જથ્થો ભરેલા પકડાયા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાં ખનીજ ચોરી સામે આવી છે. તાપી, કચ્છ જિલ્લામાં ૨૦૧૯ કરતાં ત્રણ ગણા વધુ ડમ્પરો પકડાયા છે.

તાપી અને કચ્છ જિલ્લામાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં ત્રણ ગણા કરતાં વધુ ડમ્પરો પકડવામાં આવ્યા છે. કોરોના દરેકને નડ્યો છે પરંતુ ખનીજ માફિયાઓ આ સમયે પણ આ રીતની ખનીજ ચોરી કરી બેફામ બન્યા છે. અમદાવાદ, સુરતમાં ૬ હજાર કરતાં વધુ ડમ્પરો પકડાયા છે. સૌથી વધુ અમદાવાદમાં ૪,૩૫૫, સુરતમાં ૨,૦૯૫, સાબરકાંઠામાં ૧,૭૨૦, મહેસાણામાં ૧૫૯૨, કચ્છમાં ૧,૨૯૪ અને નવસારીમાં ૧૨૬૦ એમ દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં ૨૦૧૯ અને ૨૦૨૦માં ઓવરલોડ ડમ્પરો પકડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.