Western Times News

Gujarati News

ગાંધીનગર મનપા વિસ્તારની ચૂંટણી માટે કોંગ્રેસે ૨૨ ધારાસભ્યોને જવાબદારી સોંપી

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા પંચાયતમાંથી હાથ ધોઈને બેઠેલી કોંગ્રેસ હવે કોર્પોરેશન વિસ્તારમાં જીતની તૈયારીમાં લાગી છે. જે માટે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય અને નેતા ડો. જીતુ પટેલ, અગાઉ ગાંધીનગર કોર્પોરેશનમાં કમિશનર રહી ચૂકેલા સંજય અમરાણી તથા મહિલા નેતા વંદનાબેન પટેલને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે. આ નેતાઓ દ્વારા અત્યારથી વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ કરીને લોકસંપર્ક શરૂ કરી દેવાયો છે.

તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા વિસ્તારની ચૂંટણી માટે ૨૨ ધારાસભ્યોને પણ જવાબદારી સોંપાઈ છે. જેમાં એક વોર્ડ બે ધારાસભ્યો કોંગ્રેસને જીતાડવા માટે સક્રિય સંગઠનના નેતાઓને સપોર્ટ કરશે. મંગળવારે ભાજપના ઉમેદારોની સેન્સ પૂર્ણ થયા બાદ હવે આજથી બે દિવસ કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સેક્ટર-૨૨ સ્થિત કોંગ્રેસ કાર્યલય ખાતે પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકો ટિકિટ માટેના દાવેદારોને સાંભળશે. બે દિવસ ચાલનારી પ્રક્રિયામાં આજે વોર્ડ નંબર ૧થી ૬ના દાવેદારો પોતાનો દાવો રજૂ કરશે. જેમાં બપોરે ૧થી લઈને સાંજે ૭ સુધી ચાલનારી પ્રક્રિયામાં દરેક વોર્ડને ૧ કલાકનો સમય અપાયો છે. તો આવતી કાલે બપોરે ૧થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વોર્ડ નં-૬થી ૧૭ના દાવેદારોને સાંભળવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા ટિકિટના દાવેદારોને એકલા જ આવવા માટે અનુરોધ કરાયો છે. કોરોના સંક્રમણને પગલે ભીડ ન થાય તે માટે દાવેદારોને એકલા જ આવીને રજૂઆત કરવા તથા પોતાના ટેકેદારોની સહી અને નંબર સાથેનો પત્ર રજૂ કરવા કહેવાયું છે. ત્યારે આદતથી મજબૂર કેટલાક કહેવાતા નેતાઓ પોતાની શક્તિ બતાવવા ટેકોદારો સાથે પહોંચે તો નવાય નહીં. કોંગ્રેસના દાવેદારોના પ્રદેશપ્રમુખ પાસે આંટાફેરા ઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગાંધીનગર ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા એમએલએ ક્વાટર ખાતે ઓફિસ ચલાવે છે. ત્યારેહાલ કોર્પોરેશનની ચૂંટણી દડવા માંગતા અનેક દાવેદારો પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યની મુલાકાત લઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસમાં નામના ધરાવતા ગાંધીનગરના કોંગી નેતાઓ પાસે પણ દાવેદારો ટિકિટની ભલામણ લઈને પહોંચી રહ્યાં છે.

વોર્ડ નિરીક્ષકો ૧. નિરંજન પટેલ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય ૨. ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય કામિનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ૩. આનંદ ચૌધરી, ધારાસભ્ય અંબરીષ ડેર, ધારાસભ્ય ૪. બળદેવજી ઠાકોર, ધારાસભ્ય નૌશાદ સોલંકી, ધારાસભ્ય ૫. સુરેશ પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ૬. રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ૭. રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ધારાસભ્ય ૮. દિનેશ પરમાર, ઉપપ્રમુખ ચંદનજી ઠાકોર, ધારાસભ્ય ૯. વિરજી ઠુમર, ધારાસભ્ય ભરતજી ઠાકોર, ધારાસભ્ય ૧૦. લલીત વસોયા, ધારાસભ્ય હિમાશું પટેલ, જીપીસીસી મહામંત્રી ૧૧. અશ્વિન કોટવાલ, ધારાસભ્ય કિરીટ પેટલ, ધારાસભ્યનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.