Western Times News

Gujarati News

રાજકોટમાં યુવક પર હથિયાર વડે હુમલો કરી લૂંટ

પ્રતિકાત્મક

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના રેલનગરમાં અજાણ્યા શખ્સોએ ઘાતકી હથિયારો સાથે એક યુવાન સાથે લૂંટ ચલાવી હતી, જેમાં લુંટારાઓએ યુવાનની સોનાની ઘડિયાળ અને સોનાના કડાની લૂંટની કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, પીડિત યુવક મોરબીમાં આવેલી એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરે છે અને તે કોઠારીયા ગામે રહે છે. આ સમયે તેઓ રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી.આ સમયે યુવાન ઈજાગ્રસ્ત પણ થયો હતો અને ત્યારબાદ યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા બુધવારે જ શહેરના લીંબુડીવાડી જેવા પોશ વિસ્તારમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારે ગત રાત્રે માલધારી ફાટક પાસે ચારેક શખ્સોએ એક મિકેનિકલ એન્જિનિયરને છાતીમાં છરીનો ઘા ઝીંકી ૩૯ હજારનો મોબાઇલ ફોન અને રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.