Western Times News

Latest News from Gujarat

પત્નીએ અંધારામાં પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો

Files Photo

પતિ-પત્ની ઔર વોના કિસ્સામાં રાજસ્થાનમાં પતિની ક્રૂર હત્યા-મૃતકની દીકરીએ માતાના ચરિત્ર વિશે પિતાને ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠી પોલીસને મળીઃ ઘટનામાં બધાની ધરપકડ

ઉદયપુર,  રાજસ્થાનના બારામાં આખાખેડી ગામમાં ગેરકાયદે સંબંધોના કારણે પત્નીના પ્રેમી અને તેમના સહયોગી સાથે મળીને પતિની તલવાર અને કુહાડી મારીને ર્નિમમ હત્યા કરી છે. ઘટના પછી આરોપી પત્ની તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી. શુક્રવારે થયેલી આ ઘટનાનો પોલીસે ત્રણ કલાકમાં જ ખુલાસો કરી દીધો હતો.

ઘટનામાં મૃતકની પત્ની, તેના પ્રેમી અને સહયોગીની ધરપકડ કરી લેવામાં આવી છે. શનિવારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આરોપીઓએ હત્યામાં ઉપયોગમાં લીધેલો સામાન પણ પોલીસ રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. મૃતક એમપીના ગુના જિલ્લાના ફતેહગઢની સરકારી સ્કૂલમાં શિક્ષક હતો, જે રજા હોવાથી ગામડે આવ્યો હતો.

અખબારી અહેવાલો મુજબ શુક્રવારે સૂચના મળી કે આખાખેડી ગામના મીણા મોહલ્લામાં રહેતા પ્રેમનારાયણ મીણાની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી છે. ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પ્રેમનારાયણની લોહિલૂહાણ લાશ મળી હતી. એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડને બુધવારે બોલાવીને તપાસ કરવામાં આવી છે.

મૃતકની દીકરીએ પોતાની માતાના ચરિત્ર વિશે પિતાને ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠી પોલીસને મળી છે. જ્યારે એકબીજા સાથે કડી જાેડવામાં આવી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પોલીસે મૃતકની પત્ની રુકમણીબાઈ અને નોકર જીતેન્દ્ર બૈરવા અને તેના સાથી હંસરાજ ભીલની ધરપકડ કરી લીધી છે. આ લોકોએ ગુનો કબુલી લીધો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે મોડી રાતે જિતેન્દ્ર બૈરવા અને હંસરાજ ભીલ હથિયાર લઈને પ્રેમનારાયણના મકાનની પાછળ આવ્યા હતા. અહીં પ્રેમનારાયણના પત્ની રુકમણીબાઈએ મકાનના પહેલાં ફ્લોર પર બનેલા રૂમની પાછળની બારીમાંથી દોરડું લટકાવીને જિતેન્દ્ર બૈરવા અને હંસરાજને મકાનમાં એન્ટ્રી આપી હતી.

ત્યારપછી રાતે ત્રણેયે ભેગા થઈને પ્રેમનારાયણના ચહેરા અને ગળા ઉપર તલવાર અને કુહાડીથી હુમલો કરીને તેની ર્નિમમ હત્યા કરી હતી. હત્યા પછી જિતેન્દ્ર અને હંસરાજ ફરાર થઈ ગયા હતા. કોઈને શંકા ના થાય તે માટે મૃતકની પત્ની રુકમણીબાઈ ઘરમાં જ હાજર રહી અને પોતાના રૂમમાં જઈને ઉંઘી ગઈ હતી.

પ્રેમનારાયણ મકાનના આંગણામાં સુતો હતો. રાત્રે તેની પત્નીએ દિકરી અને દિકરાને તેમના રૂમમાં મોકલીને બહારથી દરવાજાે બંધ કરી દીધો હતો. રાત્રે દિકરો ઉઠ્‌યો પણ હતો પરંતુ દરવાજાે બહારથી બંધ હોવાના કારણે તે પાછો સુઈ ગયો. બીજી બાજુ રાતે ૧ વાગે પ્રેમનારાયણની હત્યા કર્યા પછી રુકમણી પોતાના રૂમમાં જઈને ઉંઘી ગઈ હતી. આ દરમિયાન મુખ્ય દરવાજાે અંદરથી બંધ કરવામાં આવ્યો નહતો. સવારે તેનો ભત્રીજાે રોજની જેમ સવારે દુધ લઈને આવ્યો તો તેણે સામે પ્રેમનારાયણની લોહીલુહાણ લાશ જાેઈ હતી. તેણે ચીસો પાડતા રુકમણી પણ ત્યાં પહોંચી ગઈ હતી.

એસપીએ જણાવ્યું કે, પ્રેમ નારાણય શિક્ષક હતો. પતિ-પત્ની વચ્ચે સંબંધો સારા નહતા. પ્રેમનારાયણે ઘરેલુ કામ માટે પરૌલિયામાં રહેતા જિતેન્દ્ર બૈરવાને ૬૫ હજાર રૂપિયા વાર્ષિકમાં નોકર રાખ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી પ્રેમનારાયણના ઘરે કામ કરતો હતો. પ્રેમનારાયણની ગેરહાજરીમાં તેની પત્ની અને જીતેન્દ્ર બૈરવા વચ્ચે આડા સંબંધો બન્યા હતા.

રુકમણી અને જીતેન્દ્ર વચ્ચેના આડા સંબંધોમાં પ્રેમનારાયણ અડચણ બનતો હતો. તેથી બંનેએ ભેગા થઈને પ્રેમનારાયણની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. મૃતકની બે દીકરીઓ અને એક દીકરો છે. મૃતકની મોટી દીકરીના લગ્ન અંદાજે એક વર્ષ પહેલાં થયા હતા. આ પહેલાં મોટી દીકરીએ તેના પિતાના નામે એક ચિઠ્ઠી લખી હતી.

તેમાં તેણે લખ્યું હતું કે, તે મમ્મીને બદનામ કરવા નથી માંગતી. આ નોકરને અહીં ના રાખવો જાેઈએ. આ ચિઠ્ઠી તેના બીજા બાળકને મળી ગઈ હતી અને તેણે આ ચિઠ્ઠી છુપાવી લીધી હતી. મૃતકના બાળકોએ શુક્રવારે આ ચિઠ્ઠી પોલીસને આપી દીધી હતી. આમ, પોલીસને ચિઠ્ઠીના આધારે સમગ્ર ઘટના સમજાઈ ગઈ અને તેમણે ૩ કલાકમાં જ બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers