Western Times News

Gujarati News

ગુજરાત લવ જેહાદ કાયદામાં હોઈ શકે છે ૩થી ૧૦ વર્ષની જેલ

Files Photo

વિધાનસભામાં ગુરૂવારે રજૂ થઈ શકે છે લવ જેહાદ બિલ

રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતા કાયદો અમલમાં આવશે-ગુજરાત લવ જેહાદ કાયદામાં હોઈ શકે છે ૩થી ૧૦ વર્ષની જેલ અને રૂપિયા પાંચ લાખની દંડની જાેગવાઈ

ગાંધીનગર,  ગુજરાત સરકારે પણ લવ જેહાદ મામલે કાયદો બનાવવા માટેનું મન બનાવી લીધુ છે. હાલમાં રાજ્યટમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકાર લવ જેહાદ મામલે બીલ રજુ કરી શકે છે. સૂત્રો અનુસાર, લવ જેહાદ બીલ માટે સરકારે પુરી તૈયારીઓ કરી લીધી છે.

બજેટ સત્રના અંતિમ દિવસે સરકાર વિધાનસભા ગૃહમાં બીલ રજુ કરશે. આ બીલમાં લવ જેહાદ મામલે કડક સજા અને દંડની જાેગવાઈ કરવામાં આવશે, તથા ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂહોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લવ જેહાદ બિલમાં આરોપી સામે ૫ વર્ષની કેદ અને રૂ. ૨ લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજાની જાેગવાઈ હશે. આ સિવાય અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં ૭ વર્ષની કેદ અને રૂ. ૩ લાખથી ઓછો નહિ એટલો દંડ થશે. ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ૨૦૨૧ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે. લવ જેહાદ મામલામાં ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે, તથા સંસ્થા – સંગઠનોના સંચાલક સામે ૩થી ૧૦ વર્ષની સજા અને રૂ. ૫ લાખનો દંડ થશે.

સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જાેગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આ ઉપરાંત જાે આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો ૪ વર્ષથી ૭ વર્ષ સુધીની સજા અને ૩ લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.

લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ સાથે જ સરકારે આ કાયદા હેઠળ આરોપીના માથે પૂરાવા રજૂ કરવાના ભારને નાખ્યો છે.

એટલે કે જેમના પર જબરજસ્તીથી ધર્માંતરણનો આરોપ લાગ્યો છે તેમણે આ કાયદા હેઠળ પોતાની નિર્દોષતાના પૂરાવા રજૂ કરવા સાથે સાબિત કરવું પડશે કે ધર્માંતરણ કોઈ ધાક ધમકી કે લાલચ કે પછી છેતરીના કરવામં આવેલા લગ્નના આધારે નથી થયું પરંતુ વ્યક્તિની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી થયું છે. તેમજ જ્યાં આ પ્રકારે ધર્માંતરણ થયું હોય તે સંસ્થા, વ્યક્તિ દ્વારા આ પૂરાવા રજૂ કરવા પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.