Western Times News

Gujarati News

AMC ટેક્ષ વિભાગે “કોરોના”ને “મ્હાત” આપી ૧૩૮પ કરોડની રેકોર્ડ બ્રેક આવક મેળવી

મિલ્કત વેરા પેટે રૂા.૧૧ર૦ કરોડની આવક થઈ- ર૦૧૯-ર૦માં મિલ્કતવેરાની આવક રૂા.૧૦૭ર.પ૭ કરોડ હતી

(પ્રતિનિધિ) અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના સામે મહાસત્તાઓએ પણ ઘુંટણિયા ટેકવ્યા છે. વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થા બગડી છે તેમજ મંદીનો માર સહન કરી રહયા છે જયારે અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગે કોરોનાને પણ મ્હાત આપી છે તથા ર૦૧૯-ર૦ની સરખામણીએ રૂા.પ૦ કરોડ વધુ આવક મેળવી છે. મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગના ઈતિહાસમાં પ્રથમ વખત રૂા.૧૧૦૦ કરોડ કરતા વધુ આવક થઈ છે.

નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ની શરૂઆત લોકડાઉન અને કોરોનાથી થઈ હતી જેના કારણે મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહીનામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર થઈ ન હતી તેમજ આ બે મહીનામાં મિલ્કતવેરા પેટે માત્ર રૂા.ર.૮૭ કરોડની આવક થઈ હતી ૧લી જુનથી અનલોક જાહેર થયા બાદ તંત્ર દ્વારા એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી.

રાજય સરકારે પણ આત્મનિર્ભર યોજના અંતર્ગત કોમર્શીયલ મિલ્કતો માટે ર૦ ટકા રીબેટ જાહેર કર્યુ હતુ જેના સારા પરીણામ જાેવા મળ્યા હતા તેમજ જુનથી ઓગસ્ટ સુધી તંત્રની તિજાેરી ભરાઈ ગઈ હતી. આ ત્રણ મહીના દરમ્યાન મિલ્કતવેરા પેટે રૂા.પ૪૦ કરોડની આવક થઈ હતી.

રાજય સરકારે આત્મનિર્ભર યોજના પેટે કોમર્શીયલ મિલ્કત ધારકોને રૂા.૮પ કરોડ વળતર ચુકવ્યુ છે. મ્યુનિ. શાસકો દ્વારા ર૧ ડીસેમ્બરથી ૩૧ જાન્યુઆીર સુધી વધુ એક વખત રીબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. જાન્યુઆરી મહીનામાં તંત્રને રૂા.૧૦૮ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. ચુંટણીના કારણે ફેબ્રુઆરી મહીનામાં રીબેટ યોજના બંધ રહી હતી.

ચુંટણી બાદ નવનિયુકત હોદ્દેદારોએ ૧પ માર્ચથી રીબેટ યોજનાનો અમલ શરૂ કર્યો હતો જેના સારા પરીણામ જાેવા મળ્યા છે તેમજ મિલ્કતવેરા પેટે પ્રથમ વખત રૂા.૧૧૦૦ કરોડ કરતા વધુ આવક થઈ હતી. ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર (ટેક્ષ) આર્જવભાઈ શાહના જણાવ્યા મુજબ ર૦૧૯-ર૦માં મિલ્કતવેરાની આવક રૂા.૧૦૭ર.પ૭ કરોડ હતી

જેની સામે ર૦ર૦-ર૧માં રૂા.૧૧૧૭ કરોડની આવક થઈ છે. મોડી રાત સુધી ટેક્ષના નાણા સ્વીકારવામાં આવશે તેથી પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૧૧રર કરોડની આવક થવાનો અંદાજ છે. મ્યુનિ. ટેક્ષ વિભાગે જુના લેણાની વસુલાત માટે રીબેટ યોજનાની સાથે સાથે સીલીંગ ઝુંબેશ પણ શરૂ કરી હતી તેમજ ૧૩ હજાર કરતા વધુ મિલ્કતો સીલ કરીને રીકવરી કરવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશનને મધ્યઝોનમાંથી રૂા.૧૬૪ કરોડ, ઉત્તર ઝોનમાં રૂા.૧૧૮ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.૧૦૪ કરોડ, પૂર્વ ઝોનમાં રૂા.૧ર૯ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.ર૭ર કરોડ, ઉ.પ.ઝોનમાં રૂા.૧૮૮ કરોડ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.૧૪પ કરોડની આવક થઈ છે. ર૦૧૯-ર૦ની સરખામણીએ આવકમાં લગભગ ૪.પ૦ ટકાનો વધારો થયો છે. મ્યુનિ. ટેક્ષ વિભાગે પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી રૂા.૧૩૮૧ કરોડ જેટલી વસુલાત કરી છે. ગત્‌ વરસે ટેક્ષની કુલ આવક રૂા.૧૩૩૯ કરોડ હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.