Western Times News

Gujarati News

કોરોના સંકટના કારણે દેશનું દેવું-જીડીપી રેશિયો ઐતિહાસિક લેવલ પર પહોંચ્યું

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું, તો દેવાનો બોજ વધીને ૯૦ રૂપિયા થઇ ગયો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં ભારતની કુલ જીડીપી અંદાજિત ૧૮૯ લાખ કરોડ રૂપિયા અને દેવું ૧૭૯ લાખ કરોડ રૂપિયા હતું. જાેકે આઇએમએફે પણ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થામાં હવે જે સુધારો થઇ રહ્યો છે, તેના કારણે આનો રેશિયો ઘટીને ૮૦ ટકા સુધી આવી શકે છે.
જાેકે એક રાહત આપતા એવા સમાચાર પણ છે કે આઇએમએફને અંદાજ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૧માં ૧૨% ની વૃદ્ધિ કરશે, જે એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે

જે કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન ગયા વર્ષે સકારાત્મક વિકાસ દર ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, કોઇ દેશના કુલ દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા દેવાનો યોગ હોય છે. તેને જ્યારે દેશમાં એક વર્ષની અંદર થયેલા કુલ ઉત્પાદન એટલે જીડીપીથી વિભાજિત કરે છે તો દેવું-જીડીપી રેશિયો મળે છે.
આઇએમએફના નાણાકીય મામલે વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પાઓલો મૉરોએ કહ્યું કે, કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં ભારતના દેવાનો રેશિયો ય્ડ્ઢઁનો ૭૪ ટકા હતો, પરંતુ વર્ષ ૨૦૨૦માં આ જીડીપી અંદાજિત ૯૦ ટકા સુધી આવી ગયો છે. આ વધારો ઘણો વધારે છે, પરંતુ બીજા ઉભરતા બજારો અથવા અદ્યતન અર્થવ્યવસ્થાઓનો પણ આ જ હાલ છે.

તેમણે કહ્યું કે, અમારો અંદાજ છે કે જેમ જેમ અર્થવ્યવસ્થા સુધરશે, દેવાના રેશિયામાં સુધારો થશે. અર્થવ્યવસ્થામાં સારો સુધારો થયો તો મધ્યમ અવધિમાં આ રેશિયો અંદાજિત ૮૦ ટકા સુધી આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.