Western Times News

Gujarati News

દિલધડક મેચમાં બેંગલોરે અંતિમ બોલ પર મુંબઈને હરાવ્યું

નવી દિલ્હી: એબી ડી વિલિયર્સની ઝંઝાવાતી બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અત્યંત દિલધડક બનેલી મેચમાં મુંબઈ ઈન્ડિન્સને બે વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીની ટીમે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૪મી સિઝનમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈએ બેંગલોર સામે ૧૬૦ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. મુંબઈના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તે ડી વિલિયર્સના ઝંઝાવાતને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

જાેકે, મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની રહી હતી. બેંગલોરે અંતિમ બોલ પર મેચ જીતી લીધી હતી. મુંબઈએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૯ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બેંગલોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૦ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ડી વિલિયર્સે ૨૭ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે ૪૮ રન ફટકાર્યા હતા અને અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો. ૧૬૦ રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે આવેલી બેંગલોરની ઓપનિંગ જાેડી જાેઈને ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્ય થયું હતું. ઓપનિંગમાં કેપ્ટન વિરાટ કોહલી આવ્યો હતો. જાેકે, કોહલીએ અગાઉ જ કહ્યું હતું કે તે આઈપીએલ-૨૦૨૧મા ઓપનિંગ કરશે. પરંતુ આશ્ચર્ય તે હતું કે તેનો સાથી ઓપનર વોશિંગ્ટન સુંદર હતો અને તેણે સ્ટ્રાઈક લીધી હતી. આ જાેડીએ ૪.૨ ઓવરમાં ૩૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

સુંદર ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. સુંદર આઉટ થયા બાદ રજત પાટીદાર ફક્ત ૮ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને ગ્લેન મેક્સવેલની જાેડીએ આક્રમક બેટિંગ કરી હતી. તેમણે ૫૨ રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ બંને બેટ્‌સમેન નજીકના ગાળામાં આઉટ થઈ જતા બેંગલોરની મુશ્કેલીઓ વધી ગઈ હતી. કોહલી ૨૯ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૩૩ રન નોંધાવીને બુમરાહના બોલ પર બોલ્ડ થયો હતો

જ્યારે મેક્સવેલે ૨૮ બોલમાં ૩૯ રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. એક સમયે બેંગલોરનો સ્કોર ૧૬.૩ ઓવરમાં ૬ વિકેટે ૧૨૨ રનનો હતો અને તેવામાં મુંબઈ વિજય નોંધાવશે તેવું લાગી રહ્યું હતું. જાેકે, એબી ડી વિલિયર્સે એક છેડો જાળી રાખ્યો હતો. સાઉથ આફ્રિકાના સ્ટારે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી હતી અને બેંગલોરને જીતાડ્યું હતું. બેંગલોરને અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી. પ્રથમ ત્રણ બોલ પર ચાર રન આવ્યા હતા. માર્કો જાનસેને કરેલી અંતિમ ઓવરના ચોથા બોલ પર બે રન લેવા જતા ડી વિલિયર્સ રન આઉટ થતાં મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. જાેકે, ત્યારે એક રન પૂરો થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.