Western Times News

Gujarati News

આ વર્ષ ચોમાસામાં સામાન્યથી સારો વરસાદ થવાનું સ્કાઇમેટ વેધરનું પૂર્વાનુમાન

File

નવીદિલ્હી: વર્ષ ૨૦૨૧નું ચોમાસાને લઇ આજે સ્કાઇમેટ વેધરે પૂર્વાનુમાન જારી કર્યું છે.આ હેઠળ વેધર એજન્સી સ્કાઇમેટે કહ્યું કે આ વર્ષ સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે.આ પૂર્વાનુમાન અનુસાર ભારતના દક્ષિણી પશ્ચિમી વિસ્તારમાં આ વખતે જુનથી સપ્ટેમ્બર મહીના સુધી ૧૦૩ ટકા વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષ ચોમાસુ સમાન્યથી સારૂ રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

સ્કાઇમેટનું માનવામાં આવે તો આ વર્ષ જુન મહીનામાં ૧૭૭ મિમી વરસાદ થઇ શકે છે જયારે જુલાઇમાં ૨૭૭,ઓગષ્ટમાં ૨૫૮ અને સપ્ટેમ્બરમાં ૧૯૭ મિમી વરસાદ થવાની આશા છે.જુન મહીનામાં ચોમાસાની શરૂઆતમાં પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. જુન મહીનામાં સારી શરૂઆત થશે આ મહીનામાં બિહાર પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની આશા છે.

જુલાઇ મહીનો જોવામાં આવે તો કર્ણાટક અને પશ્ચિમી રાજસ્થાનમાં થોડો ઓછો વરસાદ થશે જયારે સમગ્ર ભારતમાં સારા વરસાદ થશે જે વિસ્તારમાં ગત વર્ષ સામાન્યથી ઓછો વરસાદ થયો હતો જયારે સમગ્ર ભારતમાં સારો વરસાદ થશે જે વિસ્તારોમાં ગત વર્ષ સામાન્યથી ઓછો વરસાદ થયો હતો ત્યાં આ વખતે સારો વરસાદની આશા વ્યકત કરવામાં આવી રહી છે.

સ્કાઇમેટ વેધરના પ્રમુખ મહેશ પલાવત અનુસાર જુલાઇમાં મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સહિતના રાજયોમાં સારો વરસાદ થશે જયારે નોર્થ ઇસ્ટ અને કર્ણાટકમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે સપ્ટેમ્બર મહીનામાં મધ્યપ્રદેશ અને દેશના પશ્ચિમ વિસ્તારોમાં સારા વરસાદની આશા છે. પ્રમુખે કહ્યું કે જુનમાં સારા વરસાદની સંભાવના છે અને મુંબઇમાં તે પોતાના સમય પર જ આવશે

આ સતત ત્રીજુ વર્ષ છે જયારે ચોમાસુ સામાન્ય કે તેનાથી વધુ રહેશે સારી વાત એ છે કે ગત વર્ષ જે વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થયો હતો ત્યાં આ વખતે સારા વરસાદની આશા વ્યકત કરવામાં આવી રહી છે આ પહેલા ભારતમાં વર્ષ ૧૯૯૬થી ૧૯૯૮ સુધી સતત સામાન્ય વરસાદ રહયો હતો ગત વર્ષ ૨૦૨૦માં દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જયારે ૨૦૧૯માં પણ દેશના દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં સામાન્યથી ૧૦ ટકા વધુ વરસાદ થયો હતો મૌસમ એજન્સીએ આગળ કહ્યું કે સમગ્ર ચોમાસાના મૌસમમાં દર મહીને વરસાદની અલગ અલગ સરેરાશ હોય છે જેમાં જુન અને સપ્ટેમ્બરના મહીનામાં વરસાદનું સ્તર સરેરાશથી વધુ રહી શકે છે.

દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલમાં આગ વરસી રહી છે, લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે, લોકોને સમજમાં નથી આવી રહ્યું કે જાે એપ્રિલમાં ગરમીનો આલમ આવી હશે તો આગમી મે-જૂનમાં મોસમનો હાલ કેવો હશે, હાલ આ અઠવાડિયેતો ગરમીથી લોકોને રાહત મળનારી નથી પરંતુ આગલા અઠવાડિયે લોકોને ગરમીથી થોડી રાહત જરૂર થશે. ભારતીય હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં કહ્યું કે એપ્રિલના ત્રીજા મહિનામાં ફરી એકવાર મોસમમાં તબ્દીલી થશે અને વરસાદ થવાના અણસાર છે પરંતુ તે પહેલાં યુપી, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં લોકોએ લૂનો સામનો કરવો પડશે.

નોર્થ-ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ નોર્થ-ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર સહિત દેસના કેટલાય રાજ્યોમાં આ અઠવાડિયે ગરમી ચરમ પર રહેશે અને પારો ૩૯-૪૦ની આસપાસ રહેશે, જ્યારે આગલા અઠવાડિયે વરસાદ વરસી શકે છે. જાે કે હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. નોર્થ ઈસ્ટમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વિક્ષોભની અસર હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વરસાદ માટે અલર્ટ જાહેર કર્યું છે.

આ દરમ્યાન હવાની ગતિ ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાક રહેશે. વિક્ષોભની અસર ૧૪થી ૧૭ એપ્રિલ વચ્ચે રહેશે. હીટવેવ કોને કહેવાય હીટવેવ કોને કહેવાય જણાવી દઈએ કે સામાન્ય રીતે ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે હીટવેવ આવે છે. જ્યારે કોઈ સ્થાન માટે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય ચે અને બે દિવસનું તાપમાન સામાન્ય મહત્તમ તાપમાનથી ૪થી ૫ ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે હવામાન વિભાગ તેને હીટવેવ ઘોષિત કરી દે છે. જ્યારે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીને પાર કરી જાય અથવા સામાન્યથી ૬ ડિગ્રીથી વધુ થઈ જાય તો તેને ગંભીર હીટવેવ કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.