Western Times News

Gujarati News

કોરોના થયા બાદ કોઈને ટ્યૂમર ઠીક થયું તો કોઈને કેન્સર મટ્યું

Files Photo

નવી દિલ્હી: કોરોના વાયરસ દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ મુજબ કોવિડ-૧૯નું સંક્રમણ એવા લોકો માટે વધુ ઘાતક કે જીવલેણ રહ્યું જેમને પહેલેથી કોઈ ગંભીર બીમારી હતી. મહામારીના શરૂઆતના સમયથી જ કહેવાતું હતું કે કોરોનાથી સૌથી વધુ મોત એવા લોકોના થયા જે પહેલેથી હાર્ટ, કિડની, લિવર, કે કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આવામાં આ વાયરસ સંબંધિત એક ચોંકાવનારો રિપોર્ટ બ્રિટનથી સામે આવ્યો છે.

જે મુજબ એવો સવાલ ઉઠ્‌યો છે કે શું કોરોના કેટલાક લોકો માટે વરદાન સાબિત થયો છે. હકીકતમાં ડેઈલી મેઈલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કોરોના સંક્રમિત થયા બાદ કોઈને ટ્યૂમર ઠીક થઈ ગયું તો કોઈને કેન્સર જેવી જીવલેણ બીમારી ચમત્કારિક રીતે દૂર થઈ ગઈ. બ્રિટનની કોર્નવાલ કાઉન્ટીના ડોક્ટરોએ આ કથિત ચમત્કારની પુષ્ટિ કરી છે. જ્યાં એક કેસમાં ડોક્ટરોએ ૬૧ વર્ષના કેન્સર પીડિતનું રૂટિન ચેકઅપ કર્યું તો અસાધારણ ઘટનાક્રમ જાેવા મળ્યો.

ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા તેની પાછળનું કારણ એ હતું કે આ વ્યક્તિના શરીરમાં થોડા સમય પહેલા જે ખતરનાક ટ્યૂમરનો ખુલાસો થયો હતો તે હવે લગભગ ખતમ જેવું થઈ ગયું છે. ડોક્ટરોએ દર્દી અંગે કોઈ પણ જાણકારી જાેકે શેર કરી નથી.

આ ખુલાસો બ્રિટિશ જર્નલ હેમટોલોજીના એક રિપોર્ટમાં કરાયો છે. ડોક્ટરોએ કહ્યું કે દર્દી હોજકિન લિમ્ફોમા નામની બીમારીથી પીડિત હતો. જે બ્લડ કેન્સરનું સ્વરૂપ છે. અમે તેમની કીમોથેરેપી પણ શરૂ કરી હતી. બ્રિટનમાં દર વર્ષે આવા લગભગ ૨૧૦૦ કેસ સામે આવે છે. આવામાં આ દર્દીના શરીરમાંથી કેન્સરની કોશિકાઓનું અચાનક ગાયબ થઈ જવું કોઈ રહસ્યથી કમ નહતું. આ ચમત્કાર હતો કે કઈક બીજુ એવી સંભાવનાઓ વચ્ચે કેટલીક બીજી અવિશ્વસનીય ઘટનાઓ પણ જાેવા મળી.

હકીકતમાં આ દર્દીના શરીરમાં કોરોનાનો જાેરદાર હુમલો થયો હતો. સ્થિતિ ખુબ ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેને ન્યુમોનિયા થયો. ઈન્ફેક્શન દરમિયાન ફેફસામાં સોજાે આવી ગયો. હાલત બગડી તો શ્વાસ ચાલુ રાખવા માટે ડોક્ટરોએ ઓક્સિજન સપોર્ટ આપ્યો. આ મુશ્કેલીઓ વચ્ચે તેણે ૧૧ દિવસ હોસ્પિટલમાં વીતાવવા પડ્યા. ત્યારે તે સાજાે થયો. આ ઘટનાક્રમ બાદ થોડા અઠવાડિયા પછી તેની કેન્સરની સ્થિતિ જાણવા માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું તો ખુલાસો થયો કે તેની જૂની બીમારી ઠીક થઈ ગઈ હતી.

ત્યારબાદ ડોક્ટરોએ તારણ પર પહોંચ્યા કે જે પણ કઈ થયું તે અસાધારણ ઘટનાક્રમ હતો. કોરનાએ તેના કેન્સરનો ખાતમો કરી નાખ્યો. આ બાજુ તેના શરીરની રોગો સામે લડવાની પ્રતિકારક શક્તિમાં પણ વધારો જાેવા મળ્યો. ટ્રૂરો સ્થિત રોયલ કોર્નવાલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર સારાના હવાલે છપાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે અમને લાગે છે કે કોવિડ-૧૯એ આવા કેસમાં એન્ટી ટ્યૂમર ઈમ્યુન રિસ્પોન્સ આપ્યો હશે. તેમનું માનવું છે કે સંક્રમણ સામે લડનારી કોશિકાઓ કે જેમને ટી-સેલ્સ કહેવાય છે

તેમણે મોટા પાયે રોગીઓની ઈમ્યુન સિસ્ટમને મજબૂતી આપવાની સાથે કેન્સર સેલ્સ ઉપર પણ હુમલો કર્યો જેને રોગીના શરીરમાં દાખલ થયેલા ઘૂસણખોરો તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારના કેટલાક અન્ય મામલા પણ સામે આવ્યા છે જેને લઈને ડોક્ટરોએ કહ્યું કે બની શકે કે કોરોના વાયરસે તે દર્દીઓને ગંભીર બીમારીમાંથી છૂટકારો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.