Western Times News

Gujarati News

છત્તીસગઢમાં સરકારી અધિકારીનું બીજા ડોઝ બાદ કોરોનાથી મોત

૬૪ વર્ષના સુભાષ પાંડેએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો હતો

રાયપુર, કોરોનાની વેક્સિન લીધા બાદ પણ જાે તેનો ચેપ લાગે તો તેની અસર હળવી રહે છે તેવો ડૉક્ટરોનો દાવો છે. વળી, ઘણા બધા લોકોને વેક્સિનનો એક કે પછી બંને ડોઝ લીધા બાદ પણ ચેપ લાગી રહ્યો હોવાના અનેક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જાેકે, એક ચોંકાવનારા મામલામાં વેક્સિનનો બીજાે ડોઝ લીધાના એક અઠવાડિયા બાદ છત્તીસગઢના એક ઉચ્ચ સરકારી અધિકારીનું મોત થયું છે.

છત્તીસગઢના આરોગ્ય ખાતામાં જાેઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા સુભાષ પાંડેને કોરોના થયા બાદ રાયપુર ખાતે આવેલી એઆઈઆઈએમએસમાં એડમિટ કરાયા હતા. જ્યાં તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૬૪ વર્ષના સુભાષ પાંડેએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો હતો. બીપી અને શુગરની પ્રોબ્લેમ ધરાવતા પાંડેને ગયા વર્ષે પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને તેઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા.

મૃતક પાંડેની નિવૃત્તિને એક જ વર્ષની વાર હતી. છત્તીસગઢમાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓ ૬૫ વર્ષે નિવૃત્ત થતા હોય છે.
આ વખતે તેમને તાવ અને હળવી શરદી થયા બાદ સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જાેકે, મંગળવારે રાત્રે તેમની હાલત કથળી હતી. તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા.

પરંતુ તેઓ ઓક્સિજન સપોર્ટ બાદ પણ સર્વાઈવ નહોતા કરી શક્યા, અને બુધવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, વેક્સિનનો બીજા ડોઝ લીધાના ચારથી છ સપ્તાહમાં શરીરમાં એન્ટિબોડી સર્જાય છે, જે કોરોના સામે રક્ષણ આપી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જાે કોઈ વ્યક્તિને વેક્સિન લીધા બાદ ચેપ લાગે તો પણ વાયરસ તેના પર ગંભીર અસર નથી કરતો. આવા પેશન્ટનું ઓક્સિજન લેવલ પણ જળવાયેલું રહે છે, અને મોટાભાગના કિસ્સામાં તેમને વેન્ટિલેટરની જરુર નથી પડતી. જાેકે, અસામાન્ય સંજાેગોમાં કોઈ વ્યક્તિને રસીના બંને ડોઝ લીધા હોય કે પછી તેને અગાઉ કોરોના થઈ ગયો હોય તો પણ ફરી ચેપ લાગી શકે છે. જાે આવું વેક્સિન લેનારા એકાદ ટકા વ્યક્તિ સાથે થાય તો પણ વેક્સિનની અસરકારતા પર સવાલ ઉઠાવી શકાય નહીં.

વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ સમગ્ર દેશ ઉપરાંત ગુજરાતમાં પણ અનેક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જાેકે, ડૉક્ટરોનું કહેવું છે કે, રસી કોરોનાની અસરને ઘાતક બનવા દેતી નથી. માટે રસી લીધા બાદ પણ કોરોના થશે કે કેમ તેવી કોઈ શંકા રાખ્યા વિના રસી ચોક્કસ લેવી જાેઈએ. આ ઉપરાંત, એવા પણ કેટલાક લોકો હોય છે કે જેમને અગાઉ કોરોના થઈ ગયો હોય તો તેઓ હવે પોતાને કંઈ નહીં થાય તેવું માની બિન્ધાસ્ત ફરતા હોય છે. જાેકે, આવા લોકોને પણ ડૉક્ટર્સની સલાહ છે કે માસ્ક પહેરવાનું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું ભૂલવું જાેઈએ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.