Western Times News

Gujarati News

શહેરમાં ૧૦૮ ઇમરજન્સીના દૈનિક કોલ ૫૦૦+ થયા

Files Photo

છેલ્લા દસ દિવસમાં કોલની સંખ્યામાં બે થી અઢી ગણો વધારો.
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: રાજ્ય અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર કેટલી વધી રહ્યો છે તેનો અંદાજ ૧૦૮ ઇમરજન્સી સેવા એટેન્ડ કરવામાં આવેલા કોલ અને રીસ્પોનસ ટાઇમ પરથી આવી શકે છે સામાન્ય સંજાેગોમાં ૧૦૮ નો રીસ્પોન્સ ટાઈમ ત્રણ થી પાંચ મીનીટ રહે છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી ૧૦૮ નો રીસ્પોન્સ ટાઈમ ત્રણથી ચાર કલાક થઈ ગયો છે. તેવી જ રીતે શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ૧૦૮ દ્વારા દૈનિક ૫૦૦ કરતા વધુ કોરોના કોલ એટેન્ડ કરવામાં આવી રહ્યા છે. જે છેલ્લા ૧૩ મહીનામાં સૌથી વધુ છે ચોકાવનારી બાબત એ છે કે દિવાળી વખતે કોરોનાની ખતરનાક લહેર આવી હતી તેના કરતા વધુ કોલ ૧૦૮ ઇમરજન્સી સેવાની ૬૬૦ એમ્બ્યુલેન્સ વાન એટેન્ડ કરી રહી છે.

આ આંકડા પરથી જ રાજ્ય અને શહેરમાં કોરોનાના વધી રહેલ સંક્રમણનો ખ્યાલ આવી શકે છે. ગુજરાત રાજ્ય અને અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં અસામાન્ય વધારો થયો છે એપ્રિલ મહિના બીજા સપ્તાહથી ઇમરજન્સી કોલ તેની સંખ્યા અને વેટીંગ પીરીયડમાં વધારો થયો છે. જેના કારણે એમ્બ્યુલેન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે તેમ છતાં સમયસર કોલ એટેન્ડ થઈ શકતા નથી. ઇમરજ ન્સી સેવા ૧૦૮ સાથે સંકળાયેલ સુત્રોએ જણાવ્યા મુજબ ૧ લી એપ્રિલે ઇમરજન્સી કોલની સંખ્યા ૨૧૭ હતી. જે ૫ એપ્રિલે કોવિડ કોલની સંખ્યા વધીને ૩૧૯ થઈ હતી. જ્યારે ૮ એપ્રિલે ઇમરજન્સી કોલી સંખ્યા ૫૦૦ ને પાર કરી ૫૦૭ થઈ હતી. ૧૦ એપ્રિલે સૌથી વધુ ૫૮૦ કોલ ૧૦૮ દ્વારા એટેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યમાં ૯ એપ્રિલે ૭૬૨ ઇમરજન્સી કોલ હતા ૧૦ એપ્રિલ વધીને ૧૯૬૬ થયા હતા.

રાજ્યમાં દિવાળીના સમયે પણ કોરોનાી લહેર આવી હતી. પરંતુ તે સમયે પણ ૧૦૮ની ઇમરજન્સી સેવા માટે ૪૫૦ થી વધુ કોલ આવ્યા ન હતા. જ્યારે હાલ રોજ ૫૦૦ કરતા વધુ કોલ આવી રહ્યા છે. તદ્‌પરાંત હોસ્પિટલમાં દોઢ થી બે કલાકનો વેઇટીંગ રહે છે જેના કારણે કોલ એટેન્ડનો સમય વધી રહ્યો છે. ૧૦૮ દ્વારા એપ્રિલ મહિનામાં ૧૪ તારીખ સુધી અમદાવાદ શહેરમાં ૫૫૪૦ અને રાજ્યમાં ૨૦૬૧૫ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.

અમદાવાદ શહેરમાં કોરોનાનો સહુ પ્રથમ કેસ માર્ચ-૨૦૨૦ માં કન્ફર્મ થયો હતો. તે સમયે શહેરમાં ૧૦૮ ઇમરજન્સી માટે ૬૯૯ કોલ આવ્યા હતા. મે અને જુન – ૨૦૨૦માં કોરોના પીક પર આવ્યો હતાં. મે-૨૦૨૦માં ૧૦૮ દ્વારા ૬૪૭૮ અને જુન-૨૦માં ૪૩૦૧ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. આશ્રર્યજનક રીતે સપ્ટેમ્બર ૨૦૨૦માં ૧૦૮ ઇમરજન્સી કોલની સંખ્યા વધીને ૬૬૯૧ થઇ હતી

જ્યારે રાજ્યમાં ૨૨૭૪૬ ૧૦૮ માટે કોલ આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી રાજ્યમાં ૧૦૮ માટે સૌથી વધુ કોલ સપ્ટેમ્બર-૨૦૨૦માં આવ્યા હતા. નવેમ્બર-૨૦૨૦માં દિવાળીના તહેવારો દરમિયાન સંક્રમણમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં ૧૦૮ માટે ૯૮૮૬ અને ડીસેમ્બરમાં ૨૮૮૪ કોલ હતા. જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમા ં૧૦૮ ઇમરજન્સી કોલની સંખ્યા ઘટીને અનુક્રમે ૪૮૯ અને ૩૪૬ થઈ હતી. માર્ચના બીજા સપ્તાહથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચ-૨૦૨૧માં ૧૦૮ સેવા દ્વારા ૨૦૯૪ દર્દીઓને એટેન્ડ કરવામાં આવ્યા હતા. જેની સામે એપ્રિલના પ્રથમ ૧૪ દિવસમાં જ ૫૫૪૦ દર્દીઓને એટેન્ડ કરવામાં આવ્યા છે. હાલ, દૈનિક ઇમરજન્સી કોલની સંખ્યા ૫૦૦ કરતા વધુ છે. ચોકાવનારી બાબત એ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં કેટલા કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા તેના કરતા લગભગ બમણા કોલ એપ્રિલના પ્રથમ પખવાડીયામાં એટેન્ડ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.