Western Times News

Gujarati News

કાશ્મીર પર રાહુલ ગાંધીએ અંતે સુર બદલ્યા : પાકિસ્તાનની ટિકા

File photo

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનો સતત વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીએ હવે યુ ટર્ન લઇને ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરી છે. કાશ્મીર પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે સુર બદલ્યા છે. રાહુલે આજે સરકાર વિરોધી વલણમાં નરમી લાવતા કહ્યુ હતુ કે કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે. આમાં પાકિસ્તાન અથવા તો દુનિયાના અન્ય કોઇ દેશ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેના માટે કોઇ જગ્યા નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કાશ્મીરમાં હિંસા સરકાર પ્રાયોજિત છે.

કાશ્મીર પર ચારેબાજુથી ફસાયેલી કોંગ્રેસ પાર્ટીના વલણમાં આ પ્રકારના બદલાવ માટે કેટલીક બાબતોને જવાબદાર ગણવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ આનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે તેઓ કેટલાક મુદ્દા પર સરકાર સાથે સહમત નથી પરંતુ તેઓ એક બાબત સ્પષ્ટ કરી દેવા ઇચ્છે છે કે કાશ્મીર ભારતના આંતરિક હિસ્સા તરીકે છે. જેથી પાકિસ્તાન અથવા તો દુનિયાના કોઇ દેશ આમાં દરમિયાનગીરી કરી શકે તેમ નથી.

રાહુલે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં હિંસા પણ પાકિસ્તાની પ્રાયોજિત તરીકે છે. પાકિસ્તાન સમગ્ર દુનિયામાં ત્રાસવાદના સમર્થક દેશ તરીકે કુખ્યાત છે. કાશ્મીરમાંથી પરત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે તેમને એવી બર્બરતાનો અનુભવ થયો છે જે બર્બરતા કાશ્મીરી લોકો હાલમાં સહન કરી રહ્યા છે. પાકિસ્તાનમાં રાહુલ ગાંધીના નિવેદનને પાકિસ્તાની નેતાઓ મુદ્દા તરીકે રજૂ કરી રહ્યા છે.

બસપના નેતા માયાવતીએ પણ વિપક્ષી દળોની હરકતની ટિકા કરી હતી. જન્માષ્ટમીના દિવસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે જમ્મુ કાશ્મીર જવાના પ્રયાસ કર્યા હતા. જમ્મુ કાશ્મીર જવા માટે આ લોકો વિમાન મારફતે રવાના પણ થયા હતા પરંતુ જમ્મુ કાશ્મીરમાં તેમને પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. શ્રીનગરથી તેમને પરત ફરવાની ફરજ પડી હતી. શ્રીનગરથી તેમને પરત મોકલી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ સરકાર ઉપર આક્ષેપ કર્યા બાદ આની ચર્ચા પાકિસ્તાનમાં પણ થવા લાગી હતી. તેમને  ત્યાંની સમાચાર સંસ્થા દ્વારા મહત્વ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાનના મંત્રી સુધી રાહુલ ગાંધીને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરવાની મંજુરી ન આપવાને લઇને મુદ્દો જમાવી રહ્યા હતા. કાશ્મીરની સ્થિતિને લઇને પાકિસ્તાની મિડિયા અને ઇમરાન ખાન સરકારના મંત્રી બોગસ સમાચારોના આધાર પર ખોટા પ્રચાર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના નિવેદનથી પાકિસ્તાનમાં ખોટા પ્રચારને વેગ મળી રહ્યો છે. આખરે રાહુલ ગાંધીને આ બાબતનું ધ્યાન આવતા રાહુલ ગાંધીએ પણ ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરી છે. કાશ્મીરના મુદ્દે રાહુલ ગાંધીએ હવે સુર બદલીને અલગ નિવેદન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.