Western Times News

Gujarati News

અરિહંત આયુર્વેદિક કોલેજને કોવીડ હેલ્થ સેન્ટરની ગુજરાત સરકારની મંજૂરી

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર સંલગ્ન અરિહંત આયુર્વેદિક અને હોમીઓપેથીક  મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ને કોવીડ હેલ્થ સેન્ટર ની ગુજરાત સરકારની મંજૂરી.

સમર્ગ વિશ્વ અને ભારત દેશમાં અત્યારે કોરોના વાયરસ એ ફરીથી હાહાકાર મચાવ્યો છે. કોવીડ ૧૯ સંક્રમિત દર્દીઓ ની સંખ્યા રોજ વધતી જાય છે તેવી પરિસ્થિતિ માં સરકારી અને ખાનગી હોસ્પિટલો  માં બેડ ની ઉપલબ્ધતા, દર્દીઓ ને યોગ્ય અને સમયસર સારવાર એ અત્યંત જરૂરી બન્યું છે.

આવા કપરા સમયમાં, ગાંધીનગર શહેર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સંલગ્ન અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અરિહંત હોમીઓપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર  ને કોવીડ હેલ્થ સેન્ટર ની મંજૂરી મળી છે. યુનિવર્સિટી દ્વારા સરકાર શ્રી ની તમામ ગાઇડલાઇન મુજબ અને આયુષ ડીપાર્ટમેન્ટ દ્વારા નિષ્ણાત ડોક્ટરની ટિમ દ્વારા સતત દેખરેખ, નર્સિંગ કેર સાથે દર્દીઓ ની ટ્રીટમેન્ટ (24×7) સાથે ગુજરાત સરકાર દ્વારા મંજુર ૧૨૫ બેડ હોસ્પિટલ નું કોવીડ કેર સેન્ટર (CCC) શરુ કરવામાં આવ્યું છે. જેમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમીઓપેથીક જરૂરી તમામ દવાઓ દર્દીઓના સારવાર માટે ઉપલબ્ધ છે. દર્દીઓ ના સ્વાસ્થ્ય ની કાળજી માટે ખાસ શુદ્ધ, પૌષ્ટિક અને સાત્વિક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્વર્ણિમ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈન જણાવે છે કે, “કોરોના ની આ ગંભીર પરિસ્થિતિ માં કોવીડ-૧૯ સંક્રમિત દર્દીઓ ને ત્વરિત અને યોગ્ય સારવાર મળે એ હેતુ થી અમે કોવીડ કેર સેન્ટર સ્થાપિત કર્યું છે. ગાંધીનગર શહેર ના રમણીય અને કુદરતી વાતાવરણમાં તમામ જરૂરી સુવિધાઓ સાથે આ સેન્ટર કાર્યરત છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને તમામ સ્ટાફ એ સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે હમેંશા કાર્યરત રહ્યા છે. આ સેન્ટર ની પરવાનગી આપવા બદલ અમે ગુજરાત સરકાર ના ખુબ આભારી છીએ.”

કોવીડ-૧૯ સંક્રમિત દર્દીઓ સારવાર માટે સ્વર્ણિમ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત “કોવીડ હેલ્થ સેન્ટર” કાર્યરત છે.

અરિહંત આયુર્વેદિક અને હોમીઓપેથીક  મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ભોયણ રાઠોડ, સઇજ – શેરથા ગામ રોડ, ઓએનજીસી નજીક, ઇફ્કો ની સામે, અડાલજ કલોલ હાઈવે, ગાંધીનગર – ૩૮૨૪૨૦


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.