Western Times News

Gujarati News

માણાવદરની સ્વામિનારાયણ મંદિરની વાડીમાં સ્વામીજીએ બે કિલોના બીટ સજીવખેતી દ્વારા વિકસાવ્યા

પ્રવર્તનમાન સમયમાં ભારતમાં આત્મનિર્ભરતા તરફ જઇ રહ્યું છે જેમાં ખેતરથી માંડીને અંતરીક્ષ સુધી આત્મ નિર્ભરતા કેળવવાની દિશા તય કરાઈ આપણે ખાધ અન્નનો ઉત્પાદન આંક વધારવામાં સફળ થયા છીએ પણ જીવસૃષ્ટિની તંદુરસ્તી સાચવવામાં નિષ્ફળ ગયા છીએ એ પણ હકીકત છે.

અત્યારે કૃષિમાં ખેડૂતનું ધ્યાન આવક અને ટકાઉઆપણામાં કેન્દ્રિત છે પરંતુ વર્તમાન સમયમાં કૃષિ સૌથી ઓછો આકર્ષક વ્યવસાય બન્યો છે એ ચિંતાનો વિષય છે.

અત્યારે મહામારી ના દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની અને સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આપણે સજીવ ખેતીને બદલે રાસાયણિક ખાતરો દ્વારા ઉત્પન્ન થયેલા ફળ, શાકભાજી, અનાજ વગેરે ખાઈને આપણી રોગપ્રતિકારક શક્તિને ઘટાડી રહયા છીએ

આવા સમયે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહન પ્રકાશ દાસજી સ્વામીએ મંદિરના ખેતરમાં સજીવ ખેતી શરૂ કરી છે કૃષિની આત્મનિર્ભરતા જમીનની ગુણવત્તામાં છે અને ખોરાકતા સારી ગુણવત્તાનો પાયો પણ જમીનની ગુણવત્તા માં છે એ સિદ્ધાંત અનુસાર મંદિરના સંતએ જમીન સુધારણા તરફ લક્ષ્ય કેન્દ્રિત કરી સજીવ ખેતી શરૂ કરતા પાકની ઉત્પાદન શક્તિ વધે છે

સ્વામીજીએ ગાયોને પોષણક્ષમ આહાર મળી શકે તે માટે બે વીઘામાં બીટનું ખાસ વાવેતર કુદરતી ખાતર દ્વારા કરતાં તેના ફળરૂપે 500 ગ્રામ થી માંડીને બે કિલો વજન ધરાવતા મોટા મોટા બીટ ઉગી નીકળ્યા છે જેને જોવા લોકો ખેતરમાં ઉમટી પડ્યા હતા સ્વામીએ સજીવ ખેતી તરફ વળવા લોકોને હાકલ કરતા જણાવેલ છે કે ખેડુએ સાચા અર્થમાં આત્મનિર્ભર બનવું હોય તો તેમને સજીવ ખેતી તરફ વળવું પડશે

રાસાયણિક ખાતરો દ્વારા ઉત્પન્ન થયેલો પાક માનવ શરીર અને પશુ શરીરને પણ હાનિ કરે છે બીટમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની શક્તિ છે જો બીટ નો ખોરાક પશુઓને આપવામાં આવે તો તેનામાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અમે ગાયો વાછરડા માટે દર વર્ષે નું ઉત્પાદન વાવેતર દ્વારા કરીએ છીએ પરિણામે દૂધની માત્રા પણ વધી છે અને પશુઓ રોગથી પણ બચ્યા  છે (જીજ્ઞેશ પટેલ માણાવદર)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.