Western Times News

Gujarati News

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી ૧૧ દુકાનો ૭ દિવસ માટે સીલ કરી

રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સંયુક્ત રીતે ર્નિણય કરવામાં આવ્યો હતો કે, જાહેર જગ્યા પર ચા-પાનની દુકાનો કે અન્ય દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન ઝળવાતું હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી. જે અંતર્ગત આજથી શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ૭ દુકાન સીલ કરી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની સૂચના અનુસાર જાહેર રસ્તા પર આવેલી ચા-પાનની દુકાનો કે અન્ય ખાણીપીણીની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજે બી ડિવિઝન પોલીસ દ્વારા ૩ અને ગાંધીગ્રામ ૨ (યુનિવર્સિટી) પોલીસ દ્વારા ૮ જગ્યા પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ ૧૧ જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ ન ઝડવાતા ૧૧ દુકાનો ૭ દિવસ માટે સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

૧૧ દુકાન સીલ કરવામાં આવી છે તેમાં (૧) બાલાજી પાન – જે.કે.ચોક,(૨) દ્વારકાધીશ પાન – જે.કે.ચોક,(૩) બજરંગ પાન – જે.કે.ચોક,(૪) શ્રી શક્તિ ટી સ્ટોલ – કાલાવડ રોડ,(૫) જય નકલંગ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ,(૬) ક્રિષ્ના ડિલક્સ પાન – યુનિવર્સિટી રોડ,(૭) આશાપુરા પાન – યુનિવર્સિટી રોડ,(૮) જય નકલંગ નાસ્તા હોટેલ – યુનિવર્સિટી રોડ,(૯) મોમાઇ ટી સ્ટોલ – માર્કેટિંગ યાર્ડ અંદર,(૧૦) ડિલક્સ પાન – બાલક હનુમાન ચોક,(૧૧) શક્તિ ટી સ્ટોલ – ભાવનગર રોડનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.