Western Times News

Gujarati News

૧૦ પુસ્તકો ઉપર વિવિધ કારણોસર ભારતમાં પ્રતિબંધ

નવી દિલ્હી: આખી દુનિયામાં પુસ્તકો પર પ્રતિબંધ મુકવાનો એક અલગ જ ઇતિહાસ છે. પુસ્તકો પછી ધર્મની હોય કે રાજનિતીની, કે પછી હોય સેક્સની, સમયાંતરે વિવાદિત પુસ્તકો પર પ્રતિબંધ લાગતો જ રહ્યો છે. ત્યારે, આજે તમને એવી પુસ્તકો વિશે જણાલીશું જે પબ્લીશ તો થઈ પણ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધાર્મિક સંગઠનોના વિરોધ પછી પેન્ગ્વીન ઈન્ડિયાએ વેન્ડી ડોનીગરનું પુસ્તક ધ હિંદુઝઃ એન અલ્ટરનેટિલ હિસ્ટ્રી પાછું ખેંચ્યું હતું દીનાનાથ બત્રાએ ડોનીંગરના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે અભિયાન ચાલુ કર્યું હતું.

૨૦મી સદીની સૌથી વિવાદાસ્પદ પુસ્તકોમાંની એક સલમાન રશ્દીની ધ શૈતાનીક વર્સીઝે વૈશ્વિક સ્તરે વિવાદને જન્મ આપ્યો હતો. ૧૯૮૮માં પ્રકાશિત આ પુસ્તક પછી, આયતુલ્લાહ ખોમેનીએ રશ્દી સામે ફતવો બહાર પાડ્યો હતો. જાે કે, આ હુકમ પહેલાં, પુસ્તક પર પ્રતિબંધ મૂકનાર ભારત પ્રથમ દેશ હતો. આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા પાછળ આપેલી દલીલ કહે છે કે આ પુસ્તકે ઇસ્લામનું અપમાન થયું છે. વીએસ નોયપોલની આ પુસ્તક ૧૯૬૪માં પ્રકાશિત થઈ હતી.

ભારત સરકારે નોયપોલના પુસ્તક એન એરિયા ઓફ ડોર્કનેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના આ પુસ્તકમાં ભારતની સામાજિક અને આર્થિક પ્રગતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અમેરિકન લેખક સ્ટેનલે વોલપર્ટની કાલ્પનિક કૃતિ નાઈન અવર ટુ રામા પર ૧૯૬૨માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં સ્ટેનલેએ ગોડસેના હસ્તે ગાંધીની હત્યાના છેલ્લા નવ કલાક લખ્યા હતા. આ પુસ્તક પર બનેલી ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો.

સ્ટેનલે પોતાની પુસ્તકમાં સુરક્ષા કારણોસર ગાંધીની હત્યાના કાવતરાની રૂપરેખા આપી હતી. રસપ્રદ વાત એ છે કે વોલપર્ટ જિન્ના પર એક પુસ્તક લખ્યું હતું અને તેના પર પણ પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અમેરિકન ઈતિહાસકાર કેથરિન માયો ૧૯૨૭માં તેમના પુસ્તક ધ ફેસ ઓફ મધર ઈન્ડિયાના પ્રકાશન પછી રાજકીય વિવાદમાં આવી ગયા હતા. આ પુસ્તકમાં કેથરિને લખ્યું હતું કે ભારત સ્વરાજ માટે સક્ષમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.