Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે : રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે અને ચીનની સાથે તેની વાતચીત નિર્થક રહી છે.તેમણે ટ્‌વીટ કર્યું ગોગરા હાટ સ્પિંગ અને ડેપસાંગમાં ચીનનો કબજાે દૌલત બેગ ઓલ્ડી હવાઇ પટ્ટી સહિત ભારતના સામરિત હિતો માટે સીધો ખતરો છે.કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ચીનની સાથે નિરર્થક વાતચીત કરી રાષ્ટ્રીય સુરક્ષાને મોટા પાયા પર ખતરામાં નાખી દીધુ છે.

રાહુલ ગાંધીની આ ટીપ્પણી તે સમયે આવી છે જયારે એવા અહેવલો છે કે ચીને પૂર્વ લદ્દાખમાં ગોગરા હાટ સ્પ્રિંગ અને ડેપસાંગથી પોતાના સૈનિકો પરત લેવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતીય સેનાએ તાજેતરમાં એક યાદીમાં કહ્યું હતું કે બંન્ને દેશોએ પૂરવ લદ્દાખમાં તનાવ વાળા બાકીના હિસ્સા હાટ સ્પ્રિગ ગોગરા અને ડેપસાંગથી સૈનિકોની વાપસીને લઇ વિસ્તૃત ચર્ચા કરી અને સંયુકત રીતે જમીન પર સ્થાયિત્વ કાયમ કરવા નવા વિવાદોથી બચવા અને બાકીના મુદ્દાનો ઉકેલ લાવવા પર સહમતિ વ્યકત કરી છે.

દરમિયાન રાહુલ ગાંધીએ પ્રવાસી મજુરોનો હવાલો આપતા કેન્દ્ર સરકારને તેની જવાબદારી યાદ અપાવી અને કહ્યું કે આ પ્રવાસી મજુરોના ખાતામાં સરકાર તરફથી રકમ આપવી જાેઇએ. એ યાદ રહે કે કોરોનાની બીજી લહેરના કારણે પ્રવાસી મજુરોનુ પલાયન શરૂ થ ગયું છે.આવી સ્થિતિમાં એ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તેમના બેંક ખાતામાં રકમ નાખે એક અન્ય ટ્‌વીટમાં તેમણે સવાલ કર્યો પરંતુ શું કોરોના સંક્રમણ ફેલાવા માટે જનતાને દોષ આપનારી સરકાર જનહિતમાં આ પગલા ઉઠાવશે

એ યાદ રહે કે ગત વર્ષ જયારે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે પ્રવાસી મજુરોને પગપાળા કે સાયકલ પર પોતાના ગૃહ પ્રદેશનો માર્ગ લીધો હતો કારણ કે તે સમયે ન તો ટ્રેન હતી અને ન તો કોઇ અન્ય વાહન.આ વખતે બીજીવાર આ પ્રવાસી તેવી સ્થિતિ જાેવા માંગતા નથી આથી અત્યારથી પોતાના ઘરો તરફ પલાયન શરૂ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.