Western Times News

Gujarati News

જૉનસન & જૉનસને વેક્સિનના ત્રીજા ચરણના ટ્રાયલની મંજૂરી માગી

ગત અઠવાડિયે કેન્દ્રના આવી રસી માટેની મંજૂરીઓને ફાસ્ટ ટ્રેક કરવાના ર્નિણય બાદ આ કંપનીએ અરજી કરી

નવી દિલ્હી, મલ્ટિનેશનલ ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસને ભારત સરકાર પાસે પોતાની કોરોનાની સિંગલ ડોઝ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અમે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ને આવેદનપત્ર પાઠવ્યું છે,

જેથી સ્થાનિક નિયમોનું પાલન થાય તે માટે ભારતમાં અમારા સિંગલ-ડોઝ જાન્સેન કોવિડ-૧૯ રસી ઉમેદવારનો બ્રિજિંગ ક્લિનિકલ અભ્યાસ કરવા વિનંતી કરવામાં આવી છે.’

જે રસીને વિશ્વ આરોગ્ય સંગઠન અથવા યુનાઇટેડ સ્ટેટ્‌સ, યુરોપ, બ્રિટન અથવા જાપાનના નિયમનકારો દ્વારા મંજૂરી મળી છે. ગત અઠવાડિયે ભારત સરકારે આ પ્રકારની રસી માટેની મંજૂરીઓને ફાસ્ટ ટ્રેક કરવાનો ર્નિણય કર્યા બાદ આ કંપનીએ આ અરજી કરી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આવી રસીઓને નવી ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ ૨૦૧૯ ની જાેગવાઈ હેઠળ સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલની જગ્યાએ સમાંતર બ્રિજિંગ ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કટોકટી ઉપયોગની મંજૂરી આપવામાં આવશે. જૉનસન એન્ડ જૉનસની રસી એક જ ડોઝમાં આવે છે.

જેને ૨ થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. આ સિવાય માઇનસ બે ડિગ્રી તાપમાન પર આ રસીને બે વર્ષ સુધી રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વેક્સિનનો પ્રભાવ ૬૬ ટકાનો છે. જેના એક ડોઝની કિંમત ૮.૫ ડોલરથી લઇને ૧૦ ડોલર સુધી હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.