Western Times News

Gujarati News

સિટી સ્કેન રિપોર્ટ પર સરકારી હૉસ્પિટલમાં દાખલ કરી શકાશે

પ્રતિકાત્મક

RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટ આધારે દાખલ થશે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરાશે

ગાંધીનગર,  રાજ્યમાં જ્યારે કોરોના મહામારીનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. જેમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શ અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં મહત્ત્વનાં બે ર્નિણયો લેવામાં આવ્યા છે.

હવે કોરોનાના દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ નહીં હોય તો સિટી સ્કેનના રિપોર્ટનાં આધારે પણ દાખલ કરી શકાશે. આ સાથે અન્ય ર્નિણય લેવાયો છે કે, રેમડેસિવીર ઇન્જેક્શનો માટે પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં ઓક્સિજનના કુલ ઉત્પાદન સામે વપરાશ વધારે હોવાની વાત પણ ચર્ચાઇ હતી. આ સાથે રેમડેસિવીરની અછત અંગે પણ ચર્ચા થઇ હતી. જે બાદ ર્નિણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે.
નોંધનીય છે, કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા એકથી બે દિવસનો સમય લાગી રહ્યો છે.

ત્યારે જાે સિટી સ્કેનનો રિપોર્ટમાં ગંભીરતા જણાતી હોય તો તેના આધારે પણ દર્દીને સારવાર આપી શકાશે. જેના કારણે દર્દીની સારવારમાં થોડું પણ મોડું ન થાય અને સારવાર શરૂ થઇ જાય.મહત્ત્વનું છે કે, આજે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

જેમાં ગુજરાતને આગામી ૧૦ દિવસ સુધી એટલે કે ૩૦ એપ્રિલ સુધીમાં ૧,૬૩,૫૦૦ રેમડેસિવીર ઈન્જેક્શન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. તેમાંથી ૧,૨૦,૦૦૦ ઈન્જેક્શન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં ૧૯ રાજ્યમાં આગામી ૧૦ દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.