Western Times News

Gujarati News

દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થવાથી હવામાન આહલાદક થઈ ગયુ

નવીદિલ્હી: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદ થવાથી હવામાન આહલાદક થઈ ગયુ છે. આજે સવારે દિલ્લી-એનસીઆર અને ચંદીગઢમાં વાદળો વરસ્યા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે અહીં પહેલેથી જ એલર્ટ જાહેર કર્યુ હતુ. વિભાગે કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં પંજાબ, હરિયાણા, યુપી, ઉત્તરાખંડમાં પણ વરસાદ થવાની પૂરી સંભાવના છે. વળી, દિલ્લીમાં આંધી-તોફાન કાલ સુધી ચાલુ રહેવાનો છે.

આ સાથે જ આઈએમડીએ ચેતવણી આપી છે કે આગલા ૪૮ કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, દિલ્લી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદના અણસાર છે જેના કારણે તેણે ચેતવણી જાહેર કરી છે.

બંગાળના ઘણા શહેરોમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે પરંતુ આનાથી ક્યાંક વૃક્ષો પણ ઉખડી ગયા છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વળી, હિમાચલમાં પણ ઘણી જગ્યાએ કાલે રાતે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે. અહીં શિમલામાં વરસાદના કારણે ૫ માળની બિલ્ડિંગ પડી ગઈ છે. જાે કે બિલ્ડિંગ જૂનુ હતુ અને ખાલી હતુ, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

રાજસ્થાન, ગુજરાત અને એમપીમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. વળી, અહીં પારો ૪૫ને પાર પણ જઈ શકે છે. વિભાગે કહ્યુ કે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ગરમી ચરમ પર હશે. લોકોને લૂનો પણ સામનો કરવો પડી શકે છે. ગરમીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો રાજસ્થાન, ગુજરાત અને ઓરિસ્સા રહેશે.

આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે કે છત્તીસગઢ, ઓરિસ્સા, ગુજરાત, તટીય મહારાષ્ટ્ર,ગોવા તેમજ તટીય આંધ્રપ્રદેશમાં આ વખતે જાેરદાર ગરમી પડશે. વળી, આગલા સપ્તાહથી દેશના ઘણા રાજ્યોમાં પ્રી-મોનસુન વરસાદ પણ થઈ શકે છે. વળી, મેદાની વિસ્તારોના અમુક રાજયોમાં સૂરજ દેવતા આગ વરસાવશે જેનાથી પારો ૪૫ને પાર જઈ શકે છે માટે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણતકે ગરમી અને કોરોના બંને આરોગ્ય માટે ઘાતક છે માટે સૌએ કોરોના અને ગરમી માટે જાહેર કરવામા આવેલ ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.