Western Times News

Gujarati News

કોરોના કેસો વધતા કર્ણાટકમાં ૧૪ દિવસનું લોકડાઉન જાહેર કરાયું

Files Photo

બેંગ્લુરૂ: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે આ મુસિબતથી પીછો છોડાવવા મોટા ભાગનાં રાજ્યોમાં લોકડાઉનની ચર્ચાઓ પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં દિલ્હી પહેલા જ એક અઢવાડિયાનું લોકડાઉનને લંબાવવાની ઘોષણા કરી ચુક્યુ છે. ત્યારે હવે આ કડીમાં કર્ણાટક પણ સામેલ થઇ ગયુ છે.

કર્ણાટકમાં ૧૪ દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. અહી સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે જેના કારણે આવતી કાલ સાંજથી ૧૪ દિવસનું લોકડાઉનની ઘોષણા કરવામા આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકની સ્થિતિ દિલ્હી કરતા પણ વધુ ખરાબ છે. કોરોના વાયરસની નવી લહેરનો સામનો કરી રહેલા કર્ણાટકે, બે અઠવાડિયા માટે લોકડાઉન જેવા પ્રતિબંધની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ વધુ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે, આ કિસ્સામાં ૧૪ દિવસ માટે ‘કર્ફ્‌યુ’ લગાવાઈ રહ્યો છે.

કર્ણાટકમાં આવતીકાલ રાતથી આ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન, ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે. પરંતુ આવશ્યક ચીજાે સાથે સંબંધિત દુકાનો પણ ૪ કલાક માટે ખુલ્લી રહેશે. ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ વસ્ત્રો-બાંધકામ બંધ રહેશે.

કર્ણાટકનાં મુખ્ય પ્રધાન કહે છે કે, ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરનાં લોકોને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રસી આપવામાં આવશે. ૪૫ વર્ષથી વધુ વયનાં લોકોને આ રસી પહેલેથી જ મફત આપવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિ જાેતાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે, સ્થાનિક અધિકારીઓ સખતાઈ લાગુ કરવાની શક્તિ ધરાવશે, જ્યારે કર્ફ્‌યુ લાગુ કરવામાં આવેલુ છે, તે પહેલાની જેમ ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે, કોરોના સંકટને કારણે કર્ણાટકમાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં દરરોજ ૧૦ હજારથી વધુ સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા ૨.૬૨ લાખ પર પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.