Western Times News

Gujarati News

ઓક્સિજનની અછતની ઉદ્યોગો ઉપર ઘેરી અસર

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે, દેશમાં ઓક્સિજનની અછત થઈ ગઈ છે. સરકારે ઉદ્યોગોને ઓક્સિજનો સપ્લાય બંધ કરી દીધો છે અને બધું ધ્યાન કોરોના દર્દીઓનો જીવ બચાવવા પર કેન્દ્રીત કરી દીધું છે. એ જરૂરી પણ છે, પરંતુ ઓક્સિજનની અછતને પગલે ઈન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અત્યાર સુધી દેશના કુલ ઓક્સિજનમાંથી ૧૦ ટકા જ મેડિકલ સેવાઓ માટે ઉપયોગ થતો હતો, બાકીનો ૯૦ ટકા ઉદ્યોગોમાં ઉપયોગ થતો હતો. હવે, ૯૦ ટકા ભાગ હોસ્પિટલમાં જઈ રહ્યો છે અને તે પણ ઓછો પડી રહ્યો છે.

ક્રિસિલ એજન્સીએ ઉદ્યોગોમાં ઓક્સિજ સપ્લાયની સ્થિતિ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે, ઓટોમોબાઈલ્સ, શિપબ્રેકિંગ, પેપર, એન્જિનિયરિંગ અને મેટલ ફેબ્રીકેશન જેવા ઉદ્યોગ સાથે જાેડાયેલા નાના તેમજ મધ્યમ ઉદ્યોગોની આવક પર ઓક્સિજનની અછતથી ઘણી અસર પડી રહી છે. હકીકતમાં, આ ઉદ્યોગો પાસે પોતાના ઓક્સિજન પ્લાન્ટ નથી, એટલે તે બહારથી જ ઓક્સિજન ખરીદી કરી પોતાનો બિઝનેસ કરે છે. આ ઉદ્યોગોમાં વેલ્ડિંગ, કટિંગ, ક્લીનિંગ અને કેમિકલ પ્રોસેસ માટે ઓક્સિજનની જરૂર પડે છે.

હોમ અપ્લાયન્સ બનાવતી કંપનીઓ પણ ઓક્સિજનની અછતનો સામનો કરી રહી છે, જેના પગલે એસી અને રેફ્રિજરેટર જેવા ઉપકરણ બનાવવામાં મુશ્કેલી આવી રહી છે. જે મોટી કંપનીઓ છે અને જેમની પાસે પોતાનો ઓક્સિજન પ્લાન્ટ છે, તે તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ જે નાની કંપનીઓ છે અને બજારમાંથી જ ઓક્સિજન ખરીદવા પર ર્નિભર છે, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા તો એવી રાખવામાં આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.