Western Times News

Gujarati News

હવે કોર્પોરેશનની હોસ્પિટલોમાં અમદાવાદીઓને સારવાર મળશે

ક્યારેક કેટલા ર્નિણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક ર્નિણયોએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી છે

અમદાવાદ, રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે. સતત કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક કેટલા ર્નિણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક ર્નિણયોએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી છે.

હાલમાં કોરોના દર્દીઓ માટે વધુ એક મુસીબતવાળો ર્નિણય લેવામાં આવ્યો છે. જે ર્નિણય અંતગર્ત એએમસી હોસ્પિટલોમાં ફક્ત અમદાવાદીઓને સારવાર મળશે. હવે અમદાવાદનું આધાર કાર્ડ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત ૧૦૮ દ્વારા જ દાખલ કરવાનો ર્નિણય અમલમાં છે.

એએમસી ઉપરાંત ધંવંતરિ હોસ્પિટલોમાં પણ આ વિવાદિત ર્નિણય લાગૂ કરવામાં આવ્યો છે. તંત્રના જડ નિયમોનો હજારો લોકો ભોગ બની રહ્યા છે. આ મામલે તંત્રના એકપણ અધિકારી કંઇપણ બોલવા માટે તૈયાર નથી. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૨૯૬ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૧૫૭ લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર ૬,૭૨૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૪,૬૯૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૫.૫૪ ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૧૫,૦૦૬ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૦૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૧૪,૬૦૦ લોકો સ્ટેબલ છે. ૩,૭૪,૬૯૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૩૨૮ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૭, સુરત કોર્પોરેશનમાં ૨૬, રાજકોટ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૧, જામનગર કોર્પોરેશનમાં ૮, ભાવનગર કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર કોર્પોરેશન ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.