Western Times News

Gujarati News

આસામમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવવામાં આવ્યો

દિસપુર: ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલ છે કે, આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જાેવાઈ રહી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી.

સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે ૭ઃ૫૧ વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું.

સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું. સ્વાસ્થ્ય મંત્રી શર્માએ કેટલીક તસવીરો પણ શૅર કરી છે, જેમાં જાેવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે. યૂરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર મુજબ, ક્ષેત્રમાં ૬.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા ૫ એપ્રિલે સિક્કિમમાં ભૂકંપ આવ્યો હતો. રિપોર્ટ્‌સ મુજબ, તે સમયે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૪ માપવામાં આવી હતી. ભાષા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ભારત-ભૂટાન સરહદની પાસે ૧૦ કિલોમીટર જમીનની નીચે હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.