Western Times News

Gujarati News

PM મોરિસે ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી

સિડની: કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વેન્ટિલેટર સહિત જરૂરી સાધનસામગ્રી ભારતને આપશે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયા પોતે પણ કોરોનાની થપાટથી બેહાલ છે.

આમ છતાં તેણે ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો તે દર્શાવે છે કે બંને દેશોના સંબંધ કેટલા મજબૂત છે. નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ સ્કોટ મોરિસને ભારતના હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં જે દ્રશ્ય અમને જાેવા મળી રહ્યા છે તે ખુબ ચિંતાજનક અને પરેશાન કરનારા છે. અમે ભારત પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ સંકટની સ્થિતિમાં તેને દરેક શક્ય મદદ કરવાની જાહેરાત કરીએ છીએ.

વેન્ટિલેટર ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભારતને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ, એક મિલિયન સર્જિકલ માસ્ક, ૫ લાખ પી૨-એન૯૫ માસ્ક, એક લાખ સર્જિકલ ગાઉન, એક લાખ ગોગલ્સ, એક લાખ હાથના મોજા, ૨૦,૦૦૦ ફેસ શિલ્ડ મોકલશે. ઓસ્ટ્રેલિયાની સરકારે ૧૦૦ ઓક્સિજન સોન્સેન્ટ્રેટર સહિત જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવાનું પણ વચન આપ્યું છે. આ બાજુ કોરોનાના પ્રકોપને જાેતા ઓસ્ટ્રેલિયાએ બંને દેશો વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ્‌સ પર ૧૫ મે સુધી રોક લગાવી છે.

આ ઉપરાંત દુબઈ, સિંગાપુર અને કુઆલાલંપુર થઈને ભારતથી ઓસ્ટ્રેલિયા પહોંચવું હાલ શક્ય નથી. સરકારે કહ્યું કે ભવિષ્યમાં ઉડાણ શરૂ થવા પર મુસાફરોએ બોર્ડિંગ પહેલા કોરોના નેગેટિવ હોવાનો પુરાવો આપવો પડશે. ઓસ્ટ્રિલયાના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે હાલ ભારતમાં જે ઓસ્ટ્રેલિયન નાગરિકો રહે છે અમે તેમના પડખે છીએ. ભારતમાં ઓસ્ટ્રિલયન ઉચ્ચાયુક્ત બેરી ઓફારેલની પ્રશંસા કરતા

તેમણે કહ્યું કે બેરી અને તેમની ટીમ ખુબ સારું કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીમાં ૧૯,૪૦૦ ઓસ્ટ્રેલિયન નાગરિકો પાછા ફરી ચૂક્યા છે. હાલ ૯૦૦૦ ઓસ્ટ્રિલયન ભારતમાં રજિસ્ટર્ડ છે. જેમાંથી ૬૫૦ વલ્નરેબલની શ્રેણીમાં આવે છે. ઈઝરાયેલે પણ આ સંકટની ઘડીમાં ભારતને સાથ આપવાની જાહેરાત કરી છે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન મલકાએ આ અંગે ટ્‌વીટ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.