Western Times News

Gujarati News

ગોવામાં ૨૯ એપ્રિલથી ૩ મે સુધી પૂર્ણ લોકડાઉન લદાયું

ગોવામાં હાલમાં ૧૫૦૦૦ જેટલા એક્ટિવ કેસ, સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે કડક પગલાંઓ લીધા

નવી દિલ્હી,  પર્યટકોના ફેવરિટ ગણાતા ગોવામાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે.જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ હતુ કે, ગુરુવાર એટલે કાલે બપોરથી ૩ મે સુધી ગોવામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે.

માત્ર આવશ્યક સેવાઓને ચાલુ રાખવાની મંજૂરી અપાશે.ગોવામાં સોમવારે ૨૩૨૧ નવા કેસ સામે આવ્યા હતા.ગોવામાં હાલમાં ૧૫૦૦૦ જેટલા એક્ટિવ કેસ છે.આ આંકડા પર ગોવા સરકારે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, ગોવામાં લોકોના જીવ બચાવવા માટે લોકડાઉન જરુરી છે.

ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યુ હતુ કે, આગલા ૧૦ થી ૨૦ દિવસમાં રોજ ૨૦૦ થી ૩૦૦ લોકોના મોત થવાની સંભાવના છે.સ્થિતિ ખરેખર ગંભીર છે.ગોવામાં કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર બાદ ગોવાએ પણ હવે લોકડાઉનનો ર્નિણય લઈ લીધો છે.

જ્યારે રાજસ્થાનમાં પણ લોકડાઉન જેવા જ પ્રતિબંધો છે.જ્યારે ગુજરાતે મિનિ લોકડાઉન જેવી ગાઈડલાઈન બહાર પાડી છે.આમ એક પછી એક રાજ્યો લોકડાઉનના રસ્તે જઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.