Western Times News

Gujarati News

કોરોના સંકટમાં ઉદ્યોગોને ૩૧મી મે સુધી માસિક રિટર્ન ફાઈલ કરવા માટે રાહત આપી

નવીદિલ્હી, મોદી સરકારે કોરોના સંકટમાં ઉદ્યોગોને ૩૧મી મે સુધી માસિક રિટર્ન ફાઈલ કરવા માટે જીએસટીઆર-૩બી ફોર્મને ડિજિટલી સાઈન કરવા અને જમા કરવાની મંજૂરી આપી છે.

સરકારે ઉદ્યોગોને ૩૧મે સુધી ભરવાના માસિક રિટર્નને અને જીએસટી રિટર્નને ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડની મદદથી વેરિફાઈ કરવાની પરમિશન આપી છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે એક અધિસૂચનામાં કહ્યું કે કોઈ પણ પંજીકૃત વ્યક્તિને ૨૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ મે ૨૦૨૧ના સમયે ફોર્મ જીએસટીઆર-૩બીમાં રિટર્ન અને બહારની આપૂર્તિનો દસ્તાવેજ જીએસટીઆર-૧માં આપવાની મંજૂરી આપી છે. તેનું સત્યાપન ઈલેક્ટ્રોનિક સત્યાપન કોડની મદદથી કરાશે.

કંપનીઓને માસિક રિટર્ન ફાઈલ કરવા અને સાથે જ ભુગતાન માટ જીએસટીઆર ૩બી ફોર્મ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર કરવાની જરૂર રહે છે.એએમઆરજી એન્ડ એસોસિયેટ્‌સની મદદથી ભાગીદાર રજત મોહને કહ્યું કે જીએસટી પ્રાધિકરણે મહામારીની બીજી લહેરમાં કોવિડ સંકટને જાેતાં માસિક રિટર્ન ફાઈલના રૂપમાં પહેલા પાહત પ્રદાન કરી છે.

તેઓએ કહ્યું કે કોર્પોરેટ કરદાતા ૩૧મે સુધી ઈવીસીના મદદથી માસિક અનુપાલન ફાઈલ કરી શકાય છે અને સાથે તેના હજારો કરદાતાઓને લાભ થશે જે લોકડાઉનના સમયે ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર લેવા માટે ઓફિસ જઈ શકાશે નહીં.
એશિયાઈ વિકાસ બેંકે કહ્યું કે તેને ભારતને કોરોનાની મહામારીથી લડવા માટે જે પ્રયાસ થઈ રહ્યા છે તેને માટે ૧.૫ અરબ ડોલર મળી રહ્યા છે.

એડીબીએ કહ્યું કે સંસ્થાએ મહામારીથી બહાર આવવા એપ્રિલ ૨૦૨૦માં ૨૬ દેશોને ૨૦ અરબ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. એડીબીએ એપ્રિલ ૨૦૨૦માં જાહેર ૨૦ અરબ ડોલરના પેકેજના આધારે ૧૬.૧ અરબ ડોલર મહામારીથી બચવા માટેના ઉપાયો માટે ૨૬ દેશોને સમર્થનને લઈને અનેક અલગ રીતે મેળવાશે.

તેમાં ભારતને વર્ષના અંતમાં આપવામાં આવેલા ૧.૫ અરબ ડોલરની સહાયતા પણ સામેલ છે. કુલ ૧૬.૧ અરબ ડોલરમાંથી ૨.૯ અરબ ડોલર ખાનગી ક્ષેત્રને માટે હતા. તેના આધારે કંપનીઓને પ્રત્યક્ષ મદદની સાથે વ્યાપાર અને આપૂર્તિની મદદથી સહાય આપવામાં આવી છે જેથી તેમનું કામ સારી રીતે ચાલતું રહે. એડીબીએ કોરોના પ્રસારને રોકવા માટે વર્ષ ૨૦૨૦માં એશિયા અને એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે રેકોર્ડ ૩૧.૬ અરબ ડોલરની પ્રતિબદ્ધતા જાેવા મળી છે. આ રકમ ૨૦૧૯ના ૨૪ અરબ ડોલરથી ૩૨ ટકા વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.