Western Times News

Gujarati News

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની વિગતવાર માહિતી

રાજપીપલા, નર્મદા જિલ્લા  ખાતે  રાજપીપલા સરકારી આયુર્વેદિક કોલેજમાં ૧૦૦ બેડની હોવિડ હોસ્પિટલ કાર્યરત છે. હાલમાં ૧૦૦ બેડની હોસ્પિટલમાં કુલ-૮૦ બેડ ઓક્સિજન સપ્લાય સાથેના છે. ૮૦ માંથી  ૮ બેડ ICU વેન્ટીલેટર સાથેના છે. નર્મદા જિલ્લામાં આ સિવાય બીજા ૪ ખાનગી હોસ્પિટલ કોવિડ-૧૯ તરીકે ડેઝીગ્નેટ થયેલ છે. વેન્ટીલેટરની સુવિધા રાજપીપલા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.

વધુમાં બીજા ૮૦ બેડ ઓક્સિજન સપ્લાયની સવલત માટેની વ્યવસ્થા કરવા આયોજન થઇ ગયેલ છે અને ઓર્ડર અપાઇ ગયેલ છે. જ્યાં સુધી ઓક્સિજન ૮૦ બેડ વધારવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મેન્યુઅલી ૧૫ દરદીઓને  ઓક્સિજન સગવડતા પ્રાપ્ત  થાય તેવી  સુવિધા રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલ છે. ૧૫ રેગ્યુલેટર જિલ્લાની અન્ય સી.એચ.સી. માંથી મેળવી વ્યવસ્થા કરેલ છે. એટલે ૮૦ સેન્ટ્રલ સપ્લાય તથા ૧૫ રેગ્યુલેટર મારફત એમ કરી કુલ-૯૫ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરેલ છે.

હાલ કોવિડ-૧૯ ખાતે કુલ-૯૦ દરદી દાખલ થયેલ છે. તેમાં આઇ.સી.યુ. માં-૦૮ તથા-૬૭ ઓક્સિજન બેડ પર છે. કુલ-૭૫ દરદી ઓક્સિજન સપ્લાય પર અને જનરલ બેડ પર-૧૫ મળી કુલ-૯૦ દરદી દાખલ છે. હાલમાં ઓક્સિજનવાળા કુલ-૦૫ અને જનરલ-૦૫ મળી કુલ-૧૦ બેડ ખાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.