Western Times News

Gujarati News

ડાંગ જિલ્લામા નવા પંદર કેસ સાથે કુલ કેસ 535 : એક્ટિવ કેસ 120

ડાંગ જિલ્લામા ઓગણીસ દર્દીઓને રજા અપાઈ : 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: ડાંગ જિલ્લામા આજે પંદર નવા કેસ નોંધાયા છે. જેની સામે ઓગણીસ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૫૩૫ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૪૧૫ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૧૨૦ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૧૫ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૬ દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, ૪ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને ૯૫ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૧૪૮ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૯૦૩૫ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામા આજની તારીખે કુલ ૧૦૯ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૬૮ ઘરોને આવરી લઈ ૧૫૭૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૬ બફર ઝોન (એક્ટિવ)મા ૬૫૬ ઘરોને સાંકળી લઈ ૨૭૭૯ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૧૨ RT PCR અને ૧૪૫ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૫૭ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૧૨ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૫,૭૩૩ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે.

વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૦૯૭ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૮૦૪ (૯૬ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૭૨૭૩ (૪૫+) ૪૭ ટકા નાગરિકો મળી કુલ ૩૪૧૭૪ લોકોને વેકસીન આપી દેવામા આવી છે.

આજે નોંધાયેલા પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો સરવર ગામે ૫, કાલિબેલ ખાતે ૩, આહવા ૨, અને ટેક્પાડા, માછળી, કોય્લીપાડા, ચીન્ચવિહિર, તથા નડગખાદી ગામે એક એક કેસ નોંધાવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.