Western Times News

Gujarati News

ગુજરાતના ૧૭૦૦ સિનિયર ડોક્ટર હડતાલ પર ઉતરશે?

Files Photo

અમદાવાદ: કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ ૨૦૦૮થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત ર્નિણય લે તેવી માંગ કરી છે. સાથે જ સાતમા પગાર પંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. એવામાં તેમણે અલગ અલગ ૧૫ માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યા છતાં અસરકારક પગલાં નથી લેવાયા. ત્યારે હવે આ તબીબોએ હડતાલ પર ઉતરવાના સંકેતો આપ્યા છે.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપ્રિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માગણીઓને લઈને બેઠકમાં યોજાઈ હતી. આ દરમિયાન ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, જુનિયર તબીબો હડતાલ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજાેગોમાં અમે આજની બેઠકમાં શું ર્નિણય લઈશું તે તમે સમજી શકો છો. અમારા મુદ્દા ઉકેલ આવે તેવી અમને આશા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી ૧૭૦૦ તબીબો દ્વારા બેઠક સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો સ્થિતિ બગડી શકે છે.૩ દિવસ પહેલા જ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા.

સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એ જ એક વિકલ્પ, મહામારીમાં અભ્યાસ છોડી દોઢ વર્ષથી કામ કરી રહ્યા છે, અમે કોવિડમાં કામ કરવાનું ભથ્થું નથી માંગતા, દર ત્રણ વર્ષે નિયમ મુજબ વધવા પાત્ર સ્ટાઈપેન્ડ માગી રહ્યા છીએ. દોઢ મહિનામાં વારંવાર સરકાર સહિત કેન્દ્ર સુધી અમારી માગ પહોંચાડી છે પણ અમારી કોઈ સાંભળતું નથી એટલે આવતીકાલથી સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબો સ્ટ્રાઈક પર જઈ રહ્યા છીએ એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. એવું રેસિડેન્ટ એસોસિએશનના ઉપ પ્રમુખ ચન્દ્રકેશએ કહ્યું હતું. પોતાની માગને લઈ ઉગ્ર બનેલા રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટ્રાઈક પર જવાનો ર્નિણય કરી તમામને દોડતા કરી દીધા છે.

દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં ૪૦ ટકાનો વધારો થવો જાેઈએ, એ માગી રહ્યા છીએ. ૬૦ હજારની જગ્યાએ લીગલ ૮૪ હજાર મળશે પછી જ કામે ચઢીશું એવું નક્કી કરાયું છે. આ માહામારીમાં દર્દીના ડાયપર રેસિડેન્ટ બદલી રહ્યા છે, ભોજન કરાવી રહ્યા છે, સ્ટ્રેચર ખેંચી રહ્યા છે ને વધારાનો દર્દીઓના સગાઓનો માર અને ગાળો પણ ખાઈ રહ્યા છે આઇસીયુમાં દર મિનિટે દર્દીનું મોનિટરીગ ખૂબ જ જરૂરી હોય છે અમને અમારી ચિંતા નથી પણ દર્દીની ચિંતા રાખી કામ કરતા હતા છતાં સરકારને અમારી પડી નથી એટલે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એજ એક વિકલ્પ બની ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.