Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૩.૮૨ લાખ કેસ

નવી દિલ્હી: બુધવાર ૫ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૮૨,૩૧૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૭૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૦૬,૬૫,૧૪૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૬,૦૪,૯૪,૧૮૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬૯ લાખ ૫૧ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૩૮,૪૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હાલમાં ૩૪,૮૭,૨૨૯ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૨૬,૧૮૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૪૮,૫૨,૦૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૫,૪૧,૨૯૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, સુરત શહેરમાં ૪૬૯૩, સુરત શહેરમાં ૧૨૧૪, રાજકોટ શહેરમાં ૫૯૩, વડોદરા શહેરમાં ૫૬૩, મહેસાણામાં ૪૫૯, જામનગર શહેરમાં ૩૯૭, ભાવનગર શહેરમાં ૩૯૧, જૂનાગઢ શહેરમાં ૧૭૨, ગાંધીનગર શહેરમાં ૧૫૧ કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં ૩૮૦, સુરત જિલ્લામાં ૩૬૦, જામનગર જિલ્લામાં ૩૩૧, નવસારીમાં ૨૦૦, ખેડામાં ૧૯૮, સાબરકાંઠામાં ૧૯૮, મહીસાગારમાં ૧૯૫, જૂનાગઢમાં ૧૭૮ કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, દાહોદમાં ૧૬૨, કચ્છમાં ૧૬૨, ગાંધીનગર જિલ્લામાં ૧૫૮, ગીરસોમનાથમાં ૧૪૯, નર્મદામાં ૧૪૩, આણંદમાં ૧૩૮, રાજકોટમાં ૧૩૩, વલસાડમાં ૧૨૦, પંચમહાલમાં ૧૧૦, અમરેલીમાં ૧૦૮, ભરૂચમાં ૧૦૬, મોરબીમાં ૧૦૪, અરવલ્લીમાં ૧૦૨, બનાસકાંઠામાં ૧૦૦, છોટાઉદેપુરમાં ૯૦, પાટણમાં ૮૪, ભાવનગર જિલ્લામાં ૮૪, તાપીમાં ૭૮, સુરેન્દ્રનગરમાંમાં ૭૮, અમદાવાદમાં ૬૧, દેવભૂમિ દ્વારકામાં ૫૭, પોરબંદરમાં ૩૭, બોટાદમાં ૨૩, ડાંગમાં ૯ કેસ નોંધાયા છે.

એક દિવસમાં મૃત્યુ પામનારા લોકોમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૧૦, રાજકોટમાં ૧૪, વડોદરામાં ૧૩, દામનગરમાં ૧૪, ભાવનગરમાં ૧૦, જૂનાગઢમાં ૭, થયા છે. જ્યારે ખેડામાં ૨, સાબરકાંઠામાં ૩, મહીસાગરમાં ૧, દાહોદમાં ૨, કચ્છમાં ૩, મહેસાણામાં ૩, નર્મદા, ગીરસોમનાથ, વલસાડ, ભરૂચ, મોરબી, અરવલ્લી, બોટાદ જિલ્લામાં ૧-૧ મોત થયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુરક, અમરેલી, દાહોદમાં ૨-૨ મોત થયા છે આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ૪, બનાસકાંઠામાં ૪, મોત થયા છે. ગુજરાતમાં કુલ ૧,૪૮,૨૭૯ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૭૭૮ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧,૪૭,૫૧૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૪,૬૪,૩૯૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૭,૭૭૯ દર્દીનાં મૃત્યુ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.