Western Times News

Gujarati News

૪૦૫ર કર્મચારી કોરોના મહામારીમાં રજા લીધા વગર સતત સેવા આપી રહ્યા છે

ખેડા જિલ્લા પ્રશાસનની નિષ્ઠા અને આરોગ્ય કર્મીઓની કર્તવ્ય પરાયણતાના સેવાયજ્ઞમાં આપેલી આહુતિના સફળ પરિણામ મેડિકલ સ્ટાફ દિવસ – રાત જોયા વિના માત્ર ને માત્ર દર્દીઓ માટે રાઉન્ડ ધ ક્લોક ‘ કામ કરી રહ્યો છે . કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ આ કપરા કાળમાં લોકસેવામાં લોકોની સાથે અડીખમ ઉભા છે મેડિકલ સ્ટાફે દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝુમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મોંઘા ઇજેક્શન દર્દીની સારવાર માટે નિઃશુલ્ક આપવામાં આવે છે

નડિયાદઃ અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે . ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “ આ પાર કે પેલે પાર ” ના ધ્યેય સાથે જીવન બાજી ખેલી રહ્યો છે . વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલ , નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ ૪૦૫ ર કર્મચારીઓનો મેડિકલ સ્ટફ દિવસ – રાત જોયા વિના માત્ર ને માત્ર દર્દીઓની સારવાર માટે રાઉન્ડ ધ ક્લોક ” કામ કરી રહ્યો છે . આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વ્યવસાયમાં આવનારી ભાવિ પેઢીઓ માટે કર્તવ્યપરાયણતાનું ઉચ્ચત્તમ દૃષ્ટાંત પ્રસ્થાપિત કર્યું છે .

મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સમર્પિતતાનો ખ્યાલ એના પરથી મળી શકે કે આવી કઠિન પરિસ્થિતિમાં પણ આરોગ્ય અને તબીબી વિભાગના ખેડાના કુલ ૪૦૫ ર કર્મચારીઓ પીએચસી , યુએચસી , સીએચસી જિલ્લા હોસ્પિટલ અને પેટા જિલ્લા હોસ્પિટલમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે . ૭૧ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં cDHO , cDMA , THO , MO , સુપ્રીટેન્ડેન્ટ સ્ટાફ , નર્સ , લેબ ટેક્નિશ્યન , ફાર્માસિસ્ટ , એમ . પી . એચ . ડબલ્યુથી માંડી સુપરવાઇઝરો , આશાવર્કરો અને વહીવટી કર્મચારીઓ એમ કુલ મળીને ૪૦ પર કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ આ જંપરા કાળમો લોકસેવામાં લોકોની સાથે અડીખમ ઉભા છે .

મેડિકલ સ્ટાફે પણ દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી . કોવિડના દર્દીઓની રાત – દિવસની સેવા દરમિયાન ડોક્ટર્સ સહિતનો મેડિકલ સ્ટાફ પણ કોરોનાની આ પાતક લહેરમાં સંક્રમિત થયો છે , પણ આ તમામ સફ મેમ્બર્સે સાજા થયા બાદ પુનઃ ફરજ પર જોડાઇ જઇ ફરજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે . એક તરફ મેડિકલ સ્ટાફ દિન રાત પગે ફરજ બજાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ કોવિડ દર્દીઓની સેવા – સુશ્રુષા કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે . ગુજરાત સરકાર નિર્ણાયકતા સાથે સરકારી હોસ્પિટલોમાં જોઇતા તમામ સાધન – સગવડો વિના વિલંબે પ્રદાન કરી રહી છે . સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ માટે મોંઘા ઇજેકશન , દવાઓ સમયસર પર્યાપ્ત જથ્થામાં હોસ્પિટલમાં પુરા પાડવામાં આવી રહ્યા છે . સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝુમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મેઘા ઇજેક્શન દર્દીની સારવાર માટે નિઃશુલ્ક આપવામાં આવે છે ,

કોરોનાગ્રસ્ત દર્દીઓને સતત સારી સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે . કોવિડ મહામારી ચેપી હોવાથી દર્દીના સગાનું દર્દી પાસે રહેવું હિતાવહ નથી . તેથી દર્દીના સગાઓ- દર્દીના સ્વજનો વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્વાથ્ય સ્થિતિ જાણી શકાય તે માટે કંટ્રોલ નંબર પણ કાર્યરત કરાવવામાં આવ્યા છે . ગુજરાત સરકારની ત્વરિત કામગીરીના કારણે અત્યારે નડીયાદમાં કોવિડની સારવાર માટે પર્યાપ્ત સંખ્યામાં બૅડ ઉપલબ્ધ છે . એટલું જ નહીં , આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા સ્તરના તમામ ખાનગી નર્સિંગ હોમને પણ કોવિડ દર્દીઓ માટે બૅડ અનામત રાખવા હાકલ કરી છે ,

જેથી શક્ય તેટલા વધુ લોકોને ઘરની નજીક જ સારવાર મળી શકે . નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે તબીબો ટેક્નોલોજીના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દર્દીઓને સારવાર – સલાહ આપે તેવો અનુરોધ કર્યો છે . સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે , તેથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વધુ બેડ ઉપ્લબ્ધ થઈ રહ્યા છે .

દર્દી હવે જલ્દી રિકવર પણ થઇ રહ્યા છે . કોરોના દર્દીઓમાં જરૂરિયાતમંદોને સત્વરે સારવાર મળે તે પ્રકારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન હાથ ધર્યું છે . ખેડા જિલ્લા પ્રશાસનના તમામ પદાધિકારી તથા અધિકારી – કર્મચારીઓ જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના સતત માર્ગદર્શન હેઠળ ફરજ પર કર્તવ્યનિષ્ઠા દાખવી રહ્યા છે . તેનું પરિણામ આજે જિલ્લાના જન – જનને સાંપડ્યું છે સલામ છે આવા કર્તવ્યનિષ્ઠ પરાયણાતા . તેમની આ નિષ્ઠાને બિરદાવવી જ રહી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.