Western Times News

Gujarati News

નડિયાદના નરસંડામા વધતા કોરોના કેસને લઈ ત્રણ કલાક જ દુકાનો ખુલી રહેશે

નડિયાદ તાલુકાના નરસંડા ગામ મા છેલ્લા ઘણા દિવસથી વરસતા કોરોના ના કેસ ને લઈ ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન  અમલમાં આવશે.માત્ર સાડા ત્રણ કલાક જ ધંધા-રોજગાર ચાલુ રહેશે…

નરસંડા ગામ પચયત એ કોવીડ -૧૯ હેઠળ જાહેર સૂચના આથી જાહેર જનતાને જણાવવિયું છે , કે કોવીડ –૧૯ હેઠળ કોરોનાનું સંક્રમણ થતું અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નીર્ણય ગ્રામ પંચાયત મારફત લેવામાં આવેલ છે . ગામની તમામ દુકાનો / ગલ્લાઓ / શાકભાજી / દહીંની દુકાન જેઓએ સાંજે ૫:૦૦ થી ૮:૩૦ સુધી ખુલ્લી રાખવાની રહેશે . તેમ કરવામાં કશુર કરનારને રૂ .૧૦૦૦ / -નો દંડ ભરવાનો રહેશે .દવાની દુકાનો / દવાખાનું અને દુધની ડેરી તથા બેંકો ખુલ્લી રહેશે . તારીખઃ- ૬ / ૫ / ૨૦૨૧ થી તા .૧૩ / ૫ / ૨૦૨૧ સુધી લોક ડાઉન નું પાલન કરવાનું રહેશે

(તસવીર સાજીદ સૈયદ નડીયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.